શું ફરીથી વધશે પેટ્રોલ-ડીઝલના ભાવ- સાઉદી અરબની આ નિર્ણયથી દુનિયાભરમાં હડકંપ-ભારતની પણ વધી શકે છે મુશ્કેલી

 News Continuous Bureau | Mumbai

ક્રુડ ઓઈલનો(Crude oil) સૌથી વધુ નિકાસ કરનાર સાઉદી અરબે(Saudi Arabia) એશિયાઈ ખરીદદારો(Asian buyers) માટે ક્રુડ ઓઈલની કિંમતોમાં અપેક્ષા કરતાં ઘણો વધારો કર્યો છે.  

એશિયન દેશો(Asian countries) માટે અરબ લાઈટ ક્રુડ ઓઈલની(Arab light crude oil) સત્તાવાર વેચાણ કિંમત જૂનની તુલનામાં 2.1 ડોલર પ્રતિ બેરલ વધારવામાં આવી છે. 

જુલાઈ મહિના માટે ક્રુડ ઓઈલની કિંમતોમાં આ વધારો ઉનાળામાં(summer) તેલની વધુ માંગને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યો છે. 

સાઉદી અરબના આ નિર્ણયને લઈને ભારત(India) માટે પણ ઝટકો માનવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે ભારત સાઉદી અરેબિયાથી મોટા પ્રમાણમાં તેલની આયાત(Oil imports) કરે છે.

આ સમાચાર પણ વાંચો : મોંધવારીની ચક્કીમાં પીસાતા નાગરિકોને મળશે રાહત-ઈંડોનેશિયાએ પામ તેલના એક્સપોર્ટને લઈને લીધો આ નિર્ણય-જાણો વિગત

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *