સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું
સેન્સેક્સ 813.07 અંકોના ભારે ઘટાડા સાથે 48,778.25ના સ્તર પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 245.90 અંક એટલે કે 1.66 ટકાના ઘટાડા સાથે 14589ના સ્તરે ખુલ્યો હતો.
આ ઘટાડાના પગલે રોકાણકારોને માત્ર 15 મિનિટમાં જ 7 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે
