Site icon News Continuous Bureau | Mumbai

આજથી બજેટ ઇલેક્ટ્રિક કારનું બુકિંગ શરૂ- 21 હજારમાં કરી શકશો બુક

News Continuous Bureau | Mumbai

ટાટા મોટર્સની(Tata Motors) સૌથી બજેટ ઇલેક્ટ્રિક કાર(Budget electric car) Tiago ઈલેક્ટ્રિકનું(Tiago Electric) બુકિંગ(Booking) આજથી શરૂ થઈ રહ્યું છે. કંપનીએ પોતાની પહેલી ઈલેક્ટ્રિક હેચબેક(Electric hatchback) કાર વિશે ઘણા જબરદસ્ત દાવા કર્યા છે. ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોની(electric vehicles) વધતી માંગને ધ્યાનમાં રાખીને કંપની બજારમાં તેની પકડ વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. Tata Motorsના Nexon EV અને Tigor EVની બજારમાં પહેલેથી જ ખૂબ માંગ છે. હવે કંપનીએ ઇલેક્ટ્રિક હેચબેક સેગમેન્ટમાં(electric hatchback segment) પણ પ્રવેશ કર્યો છે.

Join Our WhatsApp Channel

Tata Tiago EVની કિંમત રૂ. 8.49 લાખથી રૂ. 11.79 લાખ સુધીની હશે. ઇલેક્ટ્રિક કારના સેગમેન્ટમાં સૌથી બજેટ ફ્રેન્ડલી(Budget friendly) હોવાને કારણે આ કારનું બુકિંગ જોરદાર જોવા મળી રહ્યું છે. કસ્ટમરની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, કંપનીએ બે બેટરી પેક સાથે Tiago EV લોન્ચ કરી છે.

કસ્ટમર 21,000 રૂપિયાની ટોકન રકમ(Token amount) જમા કરીને કોઈપણ અધિકૃત ટાટા મોટર્સ ડીલરશીપ(Authorized Tata Motors Dealership) અથવા વેબસાઇટ પર Tiago ઇલેક્ટ્રિક બુક કરી શકે છે. આ કારની ડિલિવરી(Car delivery) જાન્યુઆરી 2023થી શરૂ થશે. Tiago EV ડિસેમ્બરથી ટેસ્ટ ડ્રાઈવ માટે ઉપલબ્ધ થશે. ટિયાગો ઇલેક્ટ્રિક ઝિપટ્રોન ટેકનોલોજી(Tiago Electric Ziptron Technology) પર આધારિત છે.

કિંમત કેટલી છે

Tata Tiago EVની કિંમત 8.49 લાખ રૂપિયાથી 11.79 લાખ રૂપિયા સુધીની હશે. ઇલેક્ટ્રિક કારના સેગમેન્ટમાં સૌથી બજેટ હોવાને કારણે આ કારનું બુકિંગ જોરદાર જોવા મળી રહ્યું છે. ટિયાગો ઈલેક્ટ્રિકની કેબિન ટિયાગોના આઈસીઈ વર્ઝન જેવી જ છે. તેમાં લેધર ફિનિશિંગ સ્ટીયરીંગ વ્હીલ અને સીટો મળશે. ડ્રાઇવ મોડ પસંદ કરવા માટે ગિયર લીવરને રોટરી ડાયલથી બદલવામાં આવ્યું છે અને સ્પોર્ટ્સ મોડ પણ છે.

આ સમાચાર પણ વાંચો : દેશની ઈકોનોમી સુધરી- ચાલુ વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં બંપર ઉછાળો- કેન્દ્ર સરકારને થઈ અધધ લાખ કરોડની આવક- જાણો આંકડા 

બેટરી પેક ઓપ્શન

કસ્ટમરની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કંપનીએ બે બેટરી પેક સાથે Tiago EV લોન્ચ કરી છે. Tiago EV એ IP67 રેટેડ બેટરી પેક અને 24kWh બેટરી પેક સહિત અનેક ચાર્જિંગ ઓપ્શન સાથે ઓફર કરવામાં આવે છે. કંપનીનો દાવો છે કે Tiago EV 24kWh બેટરી પેક સાથે 315 કિમીની રેન્જ ધરાવે છે. ટાટા મોટર્સે 19.2kWh ના બેટરી પેક સાથે Tiago EV પણ રજૂ કર્યું છે. આ બેટરી પેકવાળી કારની રેન્જ 250 કિમી હોવાનું કહેવાય છે. કંપનીએ કહ્યું કે મોટર અને બેટરી 8 વર્ષ અથવા 1,60,000 કિલોમીટરની વોરંટી સાથે આવશે.

ચાર્જ થવામાં કેટલો સમય લાગશે?

કંપનીએ કહ્યું છે કે કસ્ટમરની અપેક્ષાઓ પૂરી કરવા અને આંતરદૃષ્ટિના આધારે 24kWh બેટરી પેક વેરિઅન્ટને ઉત્પાદન મોરચે પ્રાથમિકતા આપવામાં આવી છે. બંને બેટરી પેક ઝડપી ચાર્જિંગ માટે કેપેબલ છે. તેઓ ડીસી ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરીને લગભગ 57 મિનિટમાં 80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે. તે હિલ સ્ટાર્ટ અને ડિસેન્ટ આસિસ્ટ, TPMS, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ સાથે મલ્ટિ-મોડ રિજન ફીચર સાથે પણ ઓફર કરવામાં આવી રહી છે.

ઘણા ચાર્જિંગ ઓપ્શન ઉપલબ્ધ 

Tata Tiago EV સેગમેન્ટમાં ભારતની પહેલી હેચબેક પ્રીમિયમ ઇલેક્ટ્રિક કાર બની છે. Tiago EVમાં ચાર ચાર્જિંગ ઓપ્શન આપવામાં આવ્યા છે. આમાં 15A સોકેટ, 3.2 kW AC ચાર્જર, 7.2 kW AC ચાર્જર અને DC ફાસ્ટ ચાર્જર ઓપ્શનનો સમાવેશ થાય છે. ટાટાએ 7 વેરિઅન્ટમાં સૌથી બજેટ ઇલેક્ટ્રિક કાર Tiago EV લોન્ચ કરી છે. તે વિવિધ બેટરી અને ચાર્જિંગ ઓપ્શન સાથે આવશે. કંપનીએ કહ્યું છે કે ટિયાગો ઈલેક્ટ્રિકની ડિલિવરીની તારીખ સમય, તારીખ તેમજ પસંદ કરેલ વેરિઅન્ટ અને કલર નક્કી કરશે.

 

PetrolDiesel Price Update પેટ્રોલડીઝલના ભાવમાં રાહતની આશા ઠગારી કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કરી સ્પષ્ટતા ‘નજીકના ભવિષ્યમાં ભાવ ઘટાડવાની કોઈ યોજના નથી’
Massive Gold Reserve in Andhra Pradesh ધરતીની નીચે સોનાની ખાણ આંધ્રના જોન્નાગિરીમાં મળ્યો 50 ટન સોનાનો જથ્થો.
SIP Failure Awareness SIP નો હપ્તો બાકી રહી ગયો? ગભરાશો નહીં, જાણો તેનાથી રોકાણ પર શું અસર પડે છે
India Iran Crude Oil Gas Import ઈરાન પરથી આર્થિક પ્રતિબંધો હટતા જ ભારત માટે સસ્તું ક્રૂડ ઓઈલ અને ગેસ મેળવવાનો માર્ગ મોકળો, જાણો શું થશે ફાયદો
Exit mobile version