Site icon

સંસદમાં નાણાં રાજ્ય મંત્રીના આ નિવેદનથી અદાણીના શેરમાં બોલાયો પાંચ ટકાનો કડાકો, જાણો વિગત

Adani Group Suspends Work on Rs 34,900 Crore Petrochemical Project in Mundra

હિંડનબર્ગ રિપોર્ટથી અદાણીની ઊંઘ થઈ હરામ, પડતો મૂક્યો ગુજરાતનો આ મહત્વનો પ્રોજેક્ટ.. જાણો શું છે કારણ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

ભારતમાં શેર બજારની નિયામક સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) અને  ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) નિયમોનું પાલન ન કરવા બદલ અદાણી જૂથની કેટલીક કંપનીઓ વિરુદ્ધ તપાસ કરી રહી છે, એમ નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સોમવારે સંસદમાં જણાવ્યું હતું. આ માહિતી સામે આવતા જ અદાની ગ્રુપના શેર પાંચ ટકા ઘટી ગયા હતા.

હાલ સંસદના ચાલુ ચોમાસા સત્રમાં લોકસભાના સભ્ય મહુવા મિત્રા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી. પોતાના જવાબમાં નાણા રાજ્યમંત્રીએ કહ્યું હતું કે “સેબી અને ડીઆરઆઈ નિયમોનું પાલન કરવા અંગે અદાણી ગ્રુપની કેટલીક કંપનીઓની તપાસ કરી રહી છે. જોકે, ઇન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી) આ કંપનીઓની તપાસ કરી રહ્યું નથી.

મહંમદ પેગંબરનું કાર્ટૂન બનાવનાર વ્યક્તિનું મૃત્યુ થયું; જાણો વિગત

આ સમાચાર આવતા જ આજે અદાણી કંપનીના શેર તૂટવા લાગ્યા હતા. અદાણી એન્ટરપ્રાઇઝ લગભગ 4.5 ટકા, અદાણી પાવર 4 ટકા, અદાણી પોર્ટ અંદાજે 4 ટકા, અદાણી ટ્રાન્સમિશન 5 ટકા, અદાણી ટોટલ ગેસ 5 ટકા તો અદાણી ગ્રીન એનર્જી 3 ટકા તૂટ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગયા મહીને મીડિયામાં અહેવાલો પ્રકાશિત થયા હતા કે નેશનલ સિક્યોરીટી ડિપોઝિટરી લિમિટેડ (એનએસડીએલ)એ ત્રણ વિદેશી ફંડોના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ ફંડોએ અદાણી ગ્રૂપની કંપનીઓમાં રૂ.43,500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Exit mobile version