News Continuous Bureau | Mumbai
દેશમાં ઠેક-ઠેકાણે કોન્ટેક્ટ લેન્સ વેચાણના(Contact lens sales) પાટીયા ઝૂલતા હોય છે પરંતુ હવે દુકાનોમાં હવે કોન્ટેક્ટ લેન્સ દેખાશે નહીં. કેન્દ્ર સરકારે(Central Govt) કોન્ટેક્ટ લેન્સ વેચનારને(contact lens seller) લાયસન્સ પ્રક્રિયાને(licensing process) આધીન કરી છે, જે હેઠળ લાયસન્સ વિના કોન્ટેક્ટ લેન્સનું વેચાણ કરવું એ સજાને પાત્ર ગુનો ગણાશે. આ ઉપરાંત કેન્સરની સારવાર(Cancer treatment) સંબંધિત સાધનો અને દાંતમાં ઉપયોગમાં લેવાતા સાધનો અને ઈમ્પ્લાન્ટને પણ લાયસન્સ હેઠળ લાવવામાં આવ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય(Union Ministry of Health) હેઠળના કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ(Central Medicine Standard Control) સંગઠને ઔષધી અને પ્રસાધન નિયમો વધુ વ્યાપક બનાવ્યા છે. દેશમાં કોન્ટેક્ટ લેન્સનો બિઝનેસ 473 કરોડ રૂપિયાની આસપાસ છે. રિસર્ચ એન્ડ માર્કેટ્સ રિપોર્ટ જણાવે છે કે ભારતમાં કોન્ટેક્ટ લેન્સ 2019 થી 2025 દરમિયાન કોન્ટેક્ટ લેન્સના કારોબારમાં વાર્ષિક 7.50 ટકાની વૃદ્ધિ અંદાજવામાં આવી છે.
સ્વાસ્થ્ય એજન્સીના(Health Agency) અધ્યક્ષ પવન ચૌધરીના(Pawan Chaudhary) કહેવા પ્રમાણે અત્યાર સુધી ઓપ્ટીકલ સ્ટોર્સ અને કોન્ટેક્ટ લેન્સ ક્લીનીકોમાં(optical stores and contact lens clinics) કોન્ટેકટ લેન્સના વેચાણ માટે લાયસન્સ જરુરી ન હતું. લાયસન્સ વિના પણ વિશ્વભરમાં કારોબાર થતો હતો. પરંતુ નવા નિયમો હેઠળ કોન્ટેક્ટ લેન્સ વેચતા દેશભરના હજારો વેપારીઓએ રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરવી પડશે અને લાયસન્સ મેળવવા પડશે. જો કે મોટાભાગના વેપારીઓ આ નિયમથી અજાણ છે.
આ સમાચાર પણ વાંચો : જિમમાં યુવતીઓ આમને-સામને- કસરત કરવા બાબતે જામી પડી- એકબીજાના ખેંચ્યા વાળ- જુઓ વિડીયો
અધિકારીઓના કહેવા પ્રમાણે છેલ્લા કેટલાક વર્ષોમાં કોન્ટેક્ટ લેન્સના વેચાણમાં ઝડપથી વધારો થયો છે. ખાસ કરીને યુવાનોમાં તેમની ખૂબ માંગ છે અને તેઓ તેમની રોજિંદી પ્રવૃત્તિઓ માટે પણ આવા લેન્સ પર નિર્ભર છે. તેથી આ ધંધાને લાયસન્સ હેઠળ લાવવો જરૂરી હતો. અત્યાર સુધી દિલ્હી જેવા શહેરોમાં કોઈપણ નિયમ વિના તેનું વેચાણ થઈ રહ્યું હતું. ઘણીવાર આ લેન્સ નાના સ્ટોર્સમાં પણ જોવા મળે છે જે ચશ્મા વેચે છે, પરંતુ આ લેન્સની ગુણવત્તા વિશે કોઈ ગેરેંટી નથી, જે લોકોને સીધું નુકસાન પહોંચાડે છે.
CDSCO અનુસાર, નવા નિયમો પછી, કાતરથી લઈને રેડિયેશન થેરાપી(Radiation therapy) સુધીના ડેન્ટલ અને કેન્સર સર્જરીમાં(dental and cancer surgery) સામેલ સાધનો અને ઈમ્પ્લાન્ટ્સને લાઇસન્સ હેઠળ લાવવામાં આવ્યા છે. આ ઉપકરણો વિશેની માહિતી રાજ્યના તમામ ડ્રગ કંટ્રોલ વિભાગો અને વેપારી સંસ્થાઓને આપવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : ફ્લાઈટમાં હાઈ વોલ્ટેજ ડ્રામા! પ્લેનમાં નશામાં ધૂત મુસાફરે આફત મચાવી- સામે આવ્યો ચોંકાવનારો મામલો