Site icon

નોન બ્રાન્ડેડ વસ્તુઓ પર 5 ટકા GSTના વિરોધમાં દેશભરના વેપારીઓમાં આક્રોશ-સરકારને આપી દીધી આ ચીમકી

News Continuous Bureau | Mumbai

અનાજના(Grains) નોન બ્રાન્ડેડ પેકેટ(Non branded packet) પર લાદવામાં આવેલા 5% GSTના વિરોધમાં દેશભરના વેપારીઓએ(Traders) 16 જુલાઈના ભારત બંધની(Bharat Bandh) જાહેરાત કરી છે. 5% GSTને 18 જુલાઈથી અમલમાં મુકવામાં આવવાનું છે, તેને લગતો નોટિફિકેશન આજે બહાર પાડવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયના વિરોધમાં રણનીતિ નક્કી કરવા ગરૂવારે નવી મુંબઈના ગ્રોમા(Groma), કેમિટ(Kemit) તથા મહારાષ્ટ્રની વેપારી સંસ્થાનું(Maharashtra Chamber of Commerce) પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ફામ સહિતના મહારાષ્ટ્રના અનેક વેપારી એસોસિયેશનની(Trade association) સંયુક્ત બેઠક યોજાઈ હતી, જેમાં બહુમતીએ 16 જુલાઈના જાહેર કરવામાં સાંકેતિક બંધમાં જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમ જ સરકાર સાથે ચર્ચા કરવા માટે એક કમિટી રચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.જો સરકારે નમતું ન જોખ્યું તો બેમુદ્દતની હડતાળ(Indefinite Strike) પર જવાની ચીમકી આપી છે

Join Our WhatsApp Community

નાણાપ્રધાન(Finance Minister) નિર્મલા સીતારમણની(Nirmala Sitharaman) અધ્યક્ષતામાં મળેલી GST કાઉન્સિલની(GST COUNCIL) બેઠકમાં અનબ્રાન્ડેડ પેકટ(Unbranded packet) અનાજમાં સમાવિષ્ટ ઘઉં, ચોખા, કઠોળ, લોટ જેવા વિવિધ આવશ્યક અનાજ પર 5% GST લાદવાના નિર્ણય લેવામાં આવ્યો છે. તેની સામે દેશના સમગ્ર વેપારી વર્ગે(Merchant class) વિરોધ વ્યક્ત કરી સરકાર સમક્ષ આંદોલન કરવાની જાહેરાત કરી છે. અનબ્રાન્ડેડ વસ્તુઓ પર 5% GST લાદવાના સરકારના આ નિર્ણયથી વેપારીઓ ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓ જ નહીં પણ સામાન્ય માણસને પણ આ નિર્ણયથી ફટકો પડવાનો છે.
આ કાયદાનો વિરોધ કરવા આગળની રણનીતિ નક્કી કરવા માટે ગુરુવાર 14 જુલાઈના ધી ગ્રેન રાઈસ એન્ડ ઓઈલસીડ્સ મરચન્ટ એસોસિયેશન(The Grain Rice and Oilseeds Merchant Association), ગ્રોમા અને ચેમ્બર ઓફ એસોસિયેશન ઓફ મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ટ્રેડર્સ, કેમીટના સંયુક્ત ઉપક્રમે 5% GSTના વિરોધમાં ગુરુવારે બપોરના ગ્રોમા હોલમાં સમગ્ર મહારાષ્ટ્રના વેપારીઓની આગેવાનીમાં સભા યોજાઈ હતી. આ બેઠકમાં બહુમતીએ સમગ્ર મહારાષ્ટ્રભરના આવશ્યક ચીજવસ્તુઓના વેપારીઓએ 16 જુલાઈ, 2022ના એક દિવસના સાંકેતિક બંધમાં જોડાવવાનો નિર્ણય લીધો છે.

આ સમાચાર પણ વાંચો : કેન્દ્ર  સરકારના પ્રયાસોની અસર દેખાઈ-જૂન મહિનામાં મોંઘવારીનાં દરમાં આવ્યો નોંધપાત્ર ઘટાડો-જાણો આંકડા અહીં 

ગ્રોમાના માનદ મંત્રી ભીમજી ભાનુશાલીએ ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યા મુજબ ઈ-કોમર્સ(E-commerce) અને ઓનલાઈન વેપારને(online business)  લીધે નાના વેપારીઓનો તો મોટોભાગનો વેપાર ખતમ થઈ ચૂક્યો છે. હવે નાના વેપારીઓ જે નોન બ્રાન્ડેડ વસ્તુઓ છૂટક વેચે છે, તેમના ઉપર હવે સરકાર 5% GST લગાડીને આ નાના વેપારીઓને સંપૂર્ણપણે ખતમ કરવા માંગે છે. આ કાયદાથી વેપારીઓની સાથે જ સામાન્ય માણસને બહુ સહન કરવું પડવાનું છે. નાના વેપારીઓનું અસ્તિત્વ જોખમમાં આવવાનું છે.

ફામના પ્રેસીડેન્ટ વિનેશ મહેતાએ ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યુ હતું કે ગુરુવારની બેઠકમાં બહુમતીએ સાંકેતિક બંધમાં જોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ જ સરકાર સાથે આ નિર્ણય પાછો ખેંચવા માટે સતત કમ્યુનિકેશન ચાલી રહ્યું છે. સરકાર અમારી વાત સાંભળે અને તેમના સુધી નાના વેપારીઓની સમસ્યા પહોંચે તેમ  જ આગળની રણનીતિ નક્કી કરવા માટે એક સમિતિ બનાવવાનો પણ આજે નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર જો વેપારીઓની સમસ્યાનો ઉકેલ નહીં લાવે અને  5% GST પાછો નહીં ખેંચે તો આગળ જઈને વેપારીઓને સરકાર સામે બેમુદત હડતાલનું શસ્ત્ર પણ ઉગામવું પડી શકે છે.

વિનેશ મહેતાએ વધુમાં કહ્યું હતું કે અત્યાર સુધી નોન બ્રાન્ડેડ વસ્તુઓ પર GST નહોતો. પરંતુ હવે 5% GST લાગુ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. GST બહુ ટેક્નિકલ વસ્તુ છે. નાના વેપારીઓ જેઓ નાની ગલીઓમાં છૂટક વેપાર કરે છે, તેઓ બ્રાન્ડેડ નહીં પણ નોન બ્રાન્ડેડ વસ્તુ વેચે છે, તેના પર  5 ટકા GST લાગુ કરવાથી નાના ગરીબ લોકોને માલ વેચવો મુશ્કેલ થશે. વસ્તુઓ તો મોંઘી થશે પરંતુ નાના વેપારીઓ માટે GST ફાઈલ કરવાનું પણ મુશ્કેલ થશે. GST ફાઈલ કરવામાં અનેક ટેક્નિકલ અડચણ આવતી હોવાથી કમાણી સામે રીટર્ન ફાઈલ કરવા માણસ રાખશે તેને વધુ પૈસા ચૂકવવા પડશે એવી તેની હાલત થવાની છે.

અનબ્રાન્ડેડ વસ્તુ પર 5% GST લાદવાના સરકારના આ નિર્ણયથી 7300 બજાર, 13,000 દાલ મિલો, 9,600 જેટલી ચોખાની મિલો, 8,000 લોટની મિલો સાથે 3 કરોડ જેટલા નાના-મોટા વેપારીઓ પ્રભાવિત થશે. વેપારીઓએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે કેન્દ્ર સરકાર મોંઘવારી ઓછી કરવાની વાત કરી રહી છે, પરંતુ આ નિર્ણયથી મોંઘવારી સાથે ઈન્સ્પેકટર રાજ વધશે. એટલું જ નહીં પણ વેપારીઓની સાથે ખેડૂતો પણ પ્રભાવિત થશે.

આ સમાચાર પણ વાંચો : રૂપિયો 80 તરફ અગ્રેસર- ભારતીય ચલણ ડોલરની સામે આ સ્તર પર થયો કરી રહ્યો છે ટ્રેડ

ગુરુવારની સભામાં સમગ્ર મહારાષ્ટ્રના આગેવાનો હાજર રહ્યા હતા. ગ્રોમાના પ્રમુખ શરદ મારુ, કેમીટના ચેરમેન મોહન ગુરનાની, અધ્યક્ષ દીપેન અગ્રવાલ, ફામના ચેરમેન વિનેશ મહેતા, ડાયરેકટર જનરલ આશિષ મહેતા તેમ જ થાણે જિલ્લા હોલસેલ વ્યાપારી સંઘના અધ્યક્ષ સુરેશ ઠક્કર, કેટના મુંબઈ અધ્યક્ષ શંકર ઠક્કર, ગોળ મર્ચન્ટ એસોસિયેશનના પ્રમુખ દીપક શાહ, નવી મુંબઈ મર્ચન્ટસ ચેમ્બરના ચેરમેન કીર્તિ રાણા, એપીએમસીના દાણાબજારના ડાયરેક્ટર નિલેશ વીરા, એપીએમસીના  મૂડી બજારના ડાયરેકટર વિજય ભુતા તથા મીરા-ભાયંદર કલ્યાણ, થાણે વગેરે સંસ્થાના પદાધિકારીઓ સાથે કોલ્હાપુર, સોલાપુર, ઔરંગાબાદ, ચંદ્રપુરના આગેવાનોએ વર્ચ્યુઅલ હાજર રહ્યા હતા અને પોતાના મંતવ્યો આપ્યા હતા.
 

iPhone 17: 2 લાખના આઈફોન કરતા આ વસ્તુ માં રોકાણ કરવું વધુ સારું, ગોકુલ અધ્યક્ષ ની વાયરલ પોસ્ટથી ચર્ચા.
SEBI Decision: સેબીનો હિન્ડનબર્ગને મોટો ફટકો, અદાણી ગ્રુપને મોટી રાહત, જાણો વિગતે
GST Reforms India: GST સુધારા ના કેન્દ્ર સરકારના નિર્ણયથી આ ક્ષેત્રને મળશે વેગ
GST Reforms: GST દરોમાં ઘટાડા થી થશે રૂપિયાનો વરસાદ! લોકોના હાથમાં આવશે આટલા લાખ, નિર્મલા સીતારમણે કહી મોટી વાત
Exit mobile version