News Continuous Bureau | Mumbai
ફૂડ ડિલિવરી(Food delivery) એગ્રીગેટર ડિલિવરી સર્વિસને(Delivery service) દિવસે ને દિવસે વધુ ઉત્કૃષ્ટ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
દેશની ટોચની ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોની(Zomato) 10-મિનિટની ડિલિવરી સેવા ‘ઝોમેટો ઈન્સ્ટંટ’(Zomato instant) આજથી શરૂ થઈ છે.
ઝોમેટો ઈન્સ્ટંટ સેવા હેઠળ કંપની માત્ર 10 મિનિટમાં બિરયાની(Biryani), મોમોઝ(Momos), બ્રેડ ઓમલેટ(Bread omelette), પોંઆ((Poha), કોફી(Coffee), ચા(tea) અને ઈંસ્ટન્ટ નૂડલ્સ(instant noodles) પણ ઓફર કરી રહી છે.
જો કે હાલમાં આ સર્વિસ માત્ર પસંદગીના વિસ્તારોમાં જ આપવામાં આવી રહી છે.
કંપનીએ એક સપ્તાહના પાયલોટ પ્રોજેક્ટ(Pilot project) બાદ હવે ઓફિશિયલી 10-મિનિટની ડિલિવરી સર્વિસ શરૂ કરી છે.
કંપનીએ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ગુરુગ્રામમાં(Gurugram) રહેતા તેના કર્મચારીઓને(Employees) જ ડિલિવરી આપવાનું શરૂ કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : સાત દિવસમાં કાર્ડ બંધ નહીં થાય તો બેંકે ગ્રાહકને રોજના 500 રૂપિયા ચૂકવવા પડશે.. જાણો વિગતે