News Continuous Bureau | Mumbai
વિવિધ સરકારી યોજનાના(Government schemes) માધ્યમથી નાગરિકોને સબસિડી(Subsidy) આપવામાં આવે છે. તેથી નાગરિકોને આ યોજનાઓનો લાભ મળે. પરંતુ હવે UIDAI દ્વારા એક પરિપત્ર(Circular) બહાર પાડવામાં આવ્યો છે, જે મુજબ સરકારી યોજનાઓ અને સબસિડીનો લાભ(Benefit of Subsidy) લેવા માટે આધાર કાર્ડ(Aadhaar Card) ફરજિયાત કરવામાં આવ્યું છે. આ પરિપત્ર તમામ રાજ્યોને જારી કરવામાં આવ્યો છે.
નવા નિયમ મુજબ જો આધાર કાર્ડ ન હોય અથવા આધાર નોંધણી કરવામાં આવી ન થઈ હોય, તો આવી વ્યક્તિ અન્ય કોઈપણ દસ્તાવેજોના આધારે સબસિડીનો લાભ લઈ શકશે નહીં. જો કે, એવી માહિતી છે કે જે વ્યક્તિ પાસે આધાર કાર્ડ નથી તે આધાર કાર્ડ માટે નોંધણી કરાવ્યા પછી નોંધણીની રસીદના આધારે સબસિડીનો લાભ મેળવી શકે છે. પરંતુ જે વ્યક્તિ પાસે આધાર કાર્ડની રસીદ નથી તેને કોઈ સબસિડી નહીં મળે.
આ સમાચાર પણ વાંચો : PF ખાતાધારકોને આટલા લાખનો મળશે લાભ- તે માટે કરવું પડશે આ કામ
બનાવટી દસ્તાવેજોના આધારે સબસિડી મેળવતા નાગરિકો માટે સરકારે આધાર કાર્ડનો નિયમ ફરજિયાત બનાવ્યો છે. એવું કહેવાય છે કે આનાથી યોગ્ય નાગરિકોને યોજનાઓનો લાભ મેળવવામાં મદદ મળશે. UIDAIએ કહ્યું કે આ નવો નિયમ સબસિડીમાં થતા ગેરઉપયોગ ને રોકવામાં મદદ કરશે.