News Continuous Bureau | Mumbai
Adani Investment: દેશની બીજી સૌથી મોટી લિસ્ટેડ સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટમાં અદાણી પરિવારનો હિસ્સો હવે વધીને 70 ટકાથી વધુ થઈ ગયો છે. આ માટે ગૌતમ અદાણીના નેતૃત્વમાં અદાણી પરિવારે રૂ. 8,300 કરોડથી વધુનું નવું રોકાણ કર્યું છે.
અંબુજા સિમેન્ટે ( Ambuja Cement ) બુધવારે મોડી સાંજે આ નવા રોકાણ અંગે માહિતી આપી હતી. અંબુજા સિમેન્ટે એક નિવેદન આપતા કહ્યું હતું કે, કંપનીને પ્રમોટર અદાણી પરિવાર તરફથી 8,339 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું છે. અદાણી પરિવારે અંબુજા સિમેન્ટના વોરંટ પ્રોગ્રામમાં સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ કરીને આ રોકાણ કર્યું છે. આ નવા ફંડ ઇન્ફ્યુઝન સાથે, અંબુજા સિમેન્ટમાં પ્રમોટર અદાણી પરિવારનો હિસ્સો હવે વધીને 70.3 ટકા થઈ ગયો છે.
Adani Investment: આ નવા રોકાણ બાદ અંબુજા સિમેન્ટમાં અદાણી પરિવારનું કુલ ફંડ 20 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે..
અદાણી પરિવારે અગાઉ પણ અંબુજા સિમેન્ટમાં ફંડનું રોકાણ ( Fund investment ) કર્યું છે. આ નવા રોકાણ બાદ અંબુજા સિમેન્ટમાં અદાણી પરિવારનું કુલ ફંડ 20 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. અદાણી પરિવારે અગાઉ ઓક્ટોબર 2022માં 5 હજાર કરોડ રૂપિયા અને માર્ચ 2024માં 6,661 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. 8 હજાર કરોડથી વધુના નવા રોકાણને કારણે હવે અંબુજા સિમેન્ટમાં અદાણી પરિવારનો કુલ હિસ્સો 3.6 ટકા વધ્યો છે. જો કે, અંબુજા સિમેન્ટમાં અદાણી પરિવાર પાસે પહેલેથી જ 67 ટકા હિસ્સો હતો.
આ સમાચાર પણ વાંચો : Amit Shah: લોકસભાના ઉમેદવાર અમિત શાહ દ્વારા આજે 18 એપ્રિલના મેગા રોડ શો, 19 એપ્રિલના રોજ ઉમેદવારી કેટલા વાગે નોંધાવશે
અંબુજા સિમેન્ટ ભારતની બીજી સૌથી મોટી લિસ્ટેડ સિમેન્ટ કંપની છે. અંબુજા સિમેન્ટનો શેર મંગળવારે 1.68 ટકા અથવા રૂ. 10.20ના વધારા સાથે રૂ. 617 પર બંધ થયો હતો. આ શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર 640.95 રૂપિયા છે. જ્યારે 52 સપ્તાહનું નીચલું સ્તર રૂ. 373.30 છે. મંગળવારે BSE પર કંપનીનું માર્કેટ કેપ ( Market Cap ) રૂ. 1,22,514.31 કરોડ પર બંધ થયું હતું. હવે આ મોટા રોકાણ બાદ કંપનીના શેરમાં પણ મોટા ફેરફાર જોવા મળશે.
તો દેશના બીજા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીના અદાણી ગ્રુપે ( Adani Group ) વર્ષ 2022માં અંબુજા સિમેન્ટ હસ્તગત કરી હતી. અદાણી ગ્રૂપ સ્થાનિક સિમેન્ટ માર્કેટમાં આક્રમક રીતે તેનો હિસ્સો વધારી રહ્યું છે. અંબુજા સિમેન્ટ અને એસીસી સિમેન્ટના સંપાદન દ્વારા જૂથની વિસ્તરણ યોજનાઓ મોટા પ્રમાણમાં મજબૂત થઈ હતી. અદાણી ગ્રૂપના અધિગ્રહણ બાદ અંબુજા સિમેન્ટના શેરના ભાવ ( share prices ) બમણાથી વધુ વધી ગયા છે.