News Continuous Bureau | Mumbai
જો કે આજના સમયમાં પણ લોકો આ ટેકનોલોજીનો (technology) ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ તેનો ઉપયોગ વ્યાપક નથી. ચાલો જાણીએ કઈ છે આ ટેકનોલોજી, જે સ્માર્ટ ફોન અને સ્માર્ટ ટીવી(smart phones and smart TVs) પછી સ્માર્ટ ફ્રીજ(Smart fridge) લાવશે.
લાંબા સમયથી આના પર કામ ચાલુ
વર્ષ 2016માં સેમસંગે આ પ્રકારની ટેકનોલોજી સાથેનું ફ્રિજ લોન્ચ કર્યું હતું. કનેક્ટેડ ફ્રિજનો(connected fridge) કોન્સેપ્ટ નવો નથી, પરંતુ કંપનીઓ લાંબા સમયથી તેના પર કામ કરી રહી છે. 2000 ના દાયકાની શરૂઆતથી સ્ક્રીન ફ્રિજ સાથે સંકળાયેલી હતી, પરંતુ સેમસંગે(Samsung) ફ્રિજને સ્માર્ટ ફ્રિજ બનાવવાની દિશામાં પગલું ભર્યું અને તેને વધુ સારી પ્રોડક્ટ તરીકે વિકસાવ્યું.
એમેઝોન(Amazon) પણ આવા જ એક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ ટેકનોલોજી નું કામ લોકોના ફ્રિજમાં ખાવાનું રાખવાનું તેમજ લોકોના ફ્રીજમાં ખાવાનું ઓર્ડર કરવાનું રહેશે. પ્રશ્ન એ છે કે આ ટેક્નોલોજી કેવી રીતે કામ કરશે અને તે કેવી રીતે જાણશે કે આપણા માટે શું ઓર્ડર આપવો.
આ સમાચાર પણ વાંચો : તહેવારો ટાણે આમ જનતાને મોટો ઝટકો- રિઝર્વ બેંકે ફરી એક વખત રેપો રેટમાં આટલા બેસિસ પોઇન્ટનો કર્યો વધારો- મોંઘી થશે લોન
આ ટેકનોલોજી કેવી રીતે કામ કરશે?
અહીં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની(Artificial Intelligence) એન્ટ્રી થશે, જે ફ્રીજને સ્માર્ટ-ફ્રીજ બનાવવાનું કામ કરશે. વાસ્તવમાં આ ફ્રિજ યુઝર્સની આદતને ટ્રેક કરશે અને પ્રેડિક્ટ કરશે કે તેઓ શું ખાવા માંગે છે. સૌ પ્રથમ તમે ફ્રિજમાં શું રાખશો તેનું લિસ્ટ બનાવવામાં આવશે અને તેમાંથી જે વસ્તુઓ ખતમ થઈ જશે તે આ ફ્રિજ દ્વારા ઓર્ડર કરવામાં આવશે.
આ ફ્રિજ માટે કોઈપણ ઓનલાઈન માર્કેટ પ્લેસનો(online market place) ઉપયોગ કરશે. જો કે આ ફિચર હજુ પણ કેટલાક ફ્રીજમાં ઉપલબ્ધ છે, પરંતુ તેનો ઉપયોગ મર્યાદિત છે. ભવિષ્યમાં આપણે આ ટેકનોલોજી સામાન્ય બનતી જોઈ શકીશું સ્માર્ટ ફોન, સ્માર્ટ ટીવી પછી હવે આપણને સ્માર્ટ ફ્રીજ મળશે.