Site icon

Air India Penalty: એર ઈન્ડિયાની મુશ્કેલીમાં થયો વધારો.. DGCA આ મામલે એર ઈન્ડિયાને રુ. 1.10 કરોડનો મોટો દંડ ફટકાર્યો..

Air India Penalty: એરલાઇનના કર્મચારી તરફથી અમુક લાંબા અંતરના માર્ગો પર એર ઇન્ડિયા દ્વારા સંચાલિત ફ્લાઇટ્સમાં સલામતીના ઉલ્લંઘનનો આરોપ મૂકતા સ્વૈચ્છિક સુરક્ષા અહેવાલો પ્રાપ્ત થયા પછી, કથિત ઉલ્લંઘનોની વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી.

Air India's trouble increased.. DGCA in this matter Air India Rs. A huge fine of 1.10 crore was imposed

Air India's trouble increased.. DGCA in this matter Air India Rs. A huge fine of 1.10 crore was imposed

News Continuous Bureau | Mumbai 

Air India Penalty: ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન ( DGCA ) એ ફ્લાઇટ્સમાં અનિયમિતતાની અનેક ઘટનાઓ વચ્ચે સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન ( rules Violation ) કરવા બદલ એર ઇન્ડિયા ( Air India )પર 1.10 કરોડ રૂપિયાનો મોટો દંડ ફટકાર્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે નિયમનકારી સંસ્થાને એરલાઇનના કર્મચારી દ્વારા કેટલાક રૂટ પર સુરક્ષાના ઉલ્લંઘનનો આરોપ લગાવતો સુરક્ષા રિપોર્ટ ( Security report ) મળ્યો હતો, જેના પર કાર્યવાહી કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

DGCA એ જણાવ્યું હતું કે, “એરલાઇનના કર્મચારી ( Airline employee ) તરફથી અમુક લાંબા અંતરના માર્ગો પર એર ઇન્ડિયા દ્વારા સંચાલિત ફ્લાઇટ્સમાં સલામતીના ઉલ્લંઘનનો આરોપ મૂકતા સ્વૈચ્છિક સુરક્ષા અહેવાલો પ્રાપ્ત થયા પછી, કથિત ઉલ્લંઘનોની વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી.”

 તાજેતરમાં ડીજીસીએએ ઈન્ડિગો એરલાઈન્સ પર 1.20 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો…

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે DGCAટાટા ગ્રૂપ ( Tata Group ) દ્વારા સંચાલિત એર ઈન્ડિયા વિરુદ્ધ મળેલી ફરિયાદની તપાસ કરી ત્યારે પ્રથમ દ્રષ્ટીએ એરલાઈન સલામતી માપદંડોનું પાલન ન કરવા બદલ દોષી સાબિત થઈ હતી. તપાસ રિપોર્ટના આધારે રેગ્યુલેટરે એરલાઈન્સ મેનેજમેન્ટને કારણ બતાવો નોટિસ પણ જારી કરી છે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai: મુંબઇ મેટ્રોમાં ડબ્બા નાના પડે એટલી ભીડ! કોચની સંખ્યા વધારીને આટલા કરવાની ઉઠી માંગ..

ડીજીસીએએ કહ્યું છે કે લીઝ પર લીધેલા એરક્રાફ્ટનું સંચાલન નિયમનકારી ધોરણો તેમજ એરક્રાફ્ટ ઉત્પાદક દ્વારા સૂચવવામાં આવેલી કામગીરીની મર્યાદાઓ અનુસાર ન હોવાથી, ડીજીસીએએ અમલીકરણ કાર્યવાહી શરૂ કરી છે અને એર ઈન્ડિયા પર રૂ. 1.10 કરોડનો દંડ લગાવ્યો છે.

તાજેતરમાં ડીજીસીએએ ઈન્ડિગો એરલાઈન્સ પર 1.20 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો. કારણ કે તેની એક ફ્લાઈટના મુસાફરો રનવે રોડ પર ખાવાનું શરૂ કરી દીઘુ હતું. જે બાદ નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ ઘટના પર આકરી પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે આ કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Gold Price: તહેવારોની સિઝન પહેલાં સોનામાં આવ્યો ઉછાળો, ચાંદી પણ થઇ મોંઘી,જાણો 9 સપ્ટેમ્બર 2025 ના તાજા ભાવ
FIIs: દ્વારા બે મહિનામાં ભારતીય બજારમાંથી કરાયો અધધ આટલા કરોડ રૂપિયાનો ઉપાડ, જાણો શું છે કારણ?
EPFO 3.0: EPFO 3.0 શું છે અને ક્યારે લોન્ચ થશે? તેના લીધે થશે આટલા કરોડ કર્મચારીઓને ફાયદો
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Exit mobile version