ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 નવેમ્બર 2021
સોમવાર.
ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર ભારતી એરટેલે તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે.
પ્રાપ્ત જાણકારી મજબ ભારતી એરટેલે પ્રિપેઈડ પ્લાન્સના ટેરિફ રેટમાં 25 ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે
ટેરિફ વધારા બાદ હવે કંપનીના બેઝ પ્લાનની કિંમત 79 રૂપિયાથી વધીને 99 રૂપિયા થઈ ગઈ છે.
સાથે જ 149નો પ્લાન હવે 179 રૂપિયામાં અને 219નો પ્લાન હવે 265 રૂપિયાનો થઈ ગયો છે.
આ ઉપરાંત 2498 રૂપિયાના પ્લાનની કિંમત હવે 2999 રૂપિયા થઈ ગઈ છે.
એરટેલના નવા ટેરિફ નવેમ્બર 26, 2021થી લાગૂ પડશે. એવું જાણવા મળ્યું છે કે કંપની પ્લાનની કિંમતો વધારીને પ્રતિ યુઝર 200 રૂપિયાની સરેરાશ આવકના લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
એરટેલ પછી હવે અન્ય કંપનીઓ પણ ટેરિફ રેટમાં વધારો કરી શકે છે. ખાસ કરીને દેવા સામે ઝઝૂમી રહેલી વોડાફોન આઈડિયા તેના પ્રિપેઈડ રેટને મોંઘો કરી શકે છે.