Amazon shares: દુનિયા ને માલ વેચનાર જેફ બેઝોસે એમેઝોનના શેર વેચ્યા. આટલા રૂપિયામાં કરોડો શેર બીજાના થયા

Amazon shares: એમેઝોનના કો-ફાઉન્ડર જેફ બેઝોસે કંપનીના શેર વેચી દીધા છે. બેઝોસે ગયા અઠવાડિયે આ વેચાણ કર્યું હતું. સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી માહિતી અનુસાર, જેફ બેઝોસે 2 અબજ ડોલરના શેર વેચ્યા છે. હકીકતમાં, ફેબ્રુઆરીની શરૂઆતમાં, કંપનીએ માહિતી આપી હતી કે બેઝોસ આગામી 12 મહિનામાં કંપનીના 50 મિલિયન શેર વેચશે.

by kalpana Verat
Amazon shares Jeff Bezos sells 12 million shares of Amazon stock worth more than USD 2 billion

 News Continuous Bureau | Mumbai 

Amazon shares: વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ત્રીજા સ્થાને રહેલા એમેઝોન ( Amazon ) ના કો-ફાઉન્ડર જેફ બેઝોસે ( Jeff Bezos ) અબજો ડોલરના શેર વેચ્યા છે. ઉધોગપતિએ બેઝોસે આ શેર બુધવાર  કે ગુરુવારે વેચ્યા હતા. સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી માહિતી અનુસાર, કંપનીએ 2 અબજ ડોલરના શેર વેચ્યા છે. મહત્વનું છે કે જેફ બેઝોસે વર્ષ 2021 પછી પહેલીવાર એમેઝોનના શેર વેચ્યા છે. અગાઉ 2 ફેબ્રુઆરીએ માહિતી આપતા એમેઝોને કહ્યું હતું કે જેફ બેઝોસ આગામી 12 મહિનામાં 50 મિલિયન શેર વેચશે. જે બાદ હવે આ પ્રથમ સેલના સમાચાર સામે આવ્યા છે.

સંપત્તિમાં $22.6 બિલિયનનો વધારો  

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર આ વર્ષે શુક્રવાર સુધી જેફ બેઝોસની કુલ સંપત્તિમાં 22.6 બિલિયન ડોલરનો વધારો થયો છે. જે બાદ તેમની કુલ સંપત્તિ 199.50 અબજ ડોલર થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, જેફ બેઝોસે પ્રતિ શેર $168 થી $171 ના દરે 12 મિલિયન શેર (1.2 કરોડ) વેચ્યા છે. જેફ બેઝોસનું આગામી વેચાણ જુલાઈમાં થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, તેમણે 30 વર્ષ પહેલા એમેઝોનની સ્થાપના કરી હતી.

કંપનીના 5 કરોડ શેર વેચવાની યોજના

નોંધનીય છે કે 2 ફેબ્રુઆરીએ એમેઝોને જણાવ્યું હતું કે એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ આગામી 12 મહિનામાં કંપનીના 5 મિલિયન (5 કરોડ) શેર વેચવાની યોજના બનાવી રહ્યા છે. આ શેરોનું કુલ મૂલ્ય લગભગ $9 બિલિયન છે. કંપનીના વાર્ષિક અહેવાલ મુજબ, શેરની આ વેચાણ યોજના ગયા વર્ષે 8 નવેમ્બરે શરૂ કરવામાં આવી હતી અને આ પ્રક્રિયા 31 જાન્યુઆરી, 2025 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

જોકે આ પહેલીવાર નથી કે જેફ બેઝોસે શેર વેચ્યા હોય. 2002 થી, તેણે $30 બિલિયનના શેર વેચ્યા છે. વર્ષ 2020 અને 2021માં જેફ બેઝોસ દ્વારા $20 બિલિયનના શેર વેચવામાં આવ્યા છે. જેમાં એનજીઓને 230 મિલિયન ડોલરના શેર આપવાનો પણ સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો :  Rivaba Jadeja: આખરે રવિન્દ્ર જાડેજા અને તેના પિતાના મતભેદ મુદ્દે રિવાબાએ મોઢું ખોલ્યું, કહી આ વાત.. જુઓ વિડીયો..

ચોખ્ખો નફો $10.6 બિલિયન

તમને જણાવી દઈએ કે, કંપનીના ત્રિમાસિક પરિણામો 1 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં કંપનીએ જણાવ્યું હતું કે કુલ વેચાણ $170 બિલિયન હતું. જ્યારે ચોખ્ખો નફો $10.6 બિલિયન હતો.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Join Our WhatsApp Community

You may also like