Site icon

શ્રીનાથજી ધામથી 5G સેવાનો થશે શુભ આરંભ – મુકેશ અંબાણી અને રાધિકા મર્ચન્ટએ નાથદ્વારામાં ઝુકાવ્યું શીશ- જુઓ ફોટોગ્રાફ્સ 

News Continuous Bureau | Mumbai

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(Reliance Industries)ના ચેરમેન મુકેશ અંબાણી(Mukesh Ambani) સોમવારે સાંજે તેમની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ રાજસ્થાન(Rajasthan)ના પ્રસિદ્ધ યાત્રાધામ નાથદ્વારા (Nathdwara) પહોંચ્યા હતા. અહીં તેમણે શ્રીનાથજી(Shri Nahtji)ની સંધ્યા આરતીમાં ભાગ લીધો અને દર્શન કર્યા. 

Join Our WhatsApp Community

 

મીડિયા રિપોર્ટ્સ મુજબ, મુકેશ અંબાણી સોમવારે સાંજે પાંચ વાગે શ્રીનાથજીની હવેલી પહોંચ્યા. તેમણે શ્રીનાથજી ભગવાનની સંધ્યા આરતીના દર્શન કર્યા. ત્યારબાદ રિલાયન્સ ચેરમેન(Reliance Chairmen) બેઠકમાં પહોંચ્યા. અહીં ગોસ્વામી વિશાલબાબા(Goswami Vishalbaba) એ મુકેશ અંબાણીને રજાઈ ઓઢાડીને તથા શ્રીનાથજીનો પ્રસાદ ભેટ કરીને સ્વાગત કર્યું. 

આ સમાચાર પણ વાંચો : શિંદે સરકારની દિવાળી ભેટ- મુંબઈ-નાગપુર સમૃદ્ધિ હાઈવેનો પ્રથમ તબક્કોનું આ મહિનામાં PM મોદીના હસ્તે થશે ઉદ્ઘાટન

આ દરમિયાન મુકેશ અંબાણીએ તિલકાયત પુત્ર વિશાલબાબા સાથે ચર્ચા કરી. આ ચર્ચા દરમિયાન મુકેશ અંબાણીએ શ્રીનાથજીના દરબારમાંથી દેશમાં 5જી ઇન્ટરનેટ સેવા(5G Internet Service) શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

મહત્વનું કે અંબાણી પરિવાર(AMbani Family)ને શ્રીનાથજીમાં ઊંડી આસ્થા છે. પરિવારમાં કોઈનો પણ જન્મદિવસ હોય, એનિવર્સરી હોય કે નવી કંપનીની શરૂઆત  હોય તમામ અવસરે તેઓ નાથદ્વારા પહોંચીને શ્રીનાથજીના આશીર્વાદ લે છે.  

SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Exit mobile version