પેટ્રોલ-ડીઝલ પછી હવે અમૂલે પણ પોતાની બ્રાંડમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે.
એટલે કે હવે 1 જુલાઇથી ગ્રાહકને અમૂલ દૂધ માટે પ્રતિ લિટરે 2 રૂપિયા વધુ ચુકવવા પડશે.
અમૂલ તાજા, શક્તિ, ટી-સ્પેશ્યલ સહિતની તમામ બ્રાંડના દૂધમાં પ્રતિ પણ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
અમૂલ ગોલ્ડ દૂધ 60 રૂપિયા પ્રતિ લિટરે મળશે. અમૂલનું તાજા દૂધ 46 રૂપિયા, ગાય દૂધ 48 રૂપિયા પ્રતિ લિટરે મળશે.
ઉલ્લેખનીય છે કે ડીઝલ મોંઘુ થતા ટ્રાન્સપોર્ટેશન વધ્યુ છે અને ઉત્પાદનના ખર્ચમાં પણ વધારો થયો છે જેને કારણે દૂધના ભાવમાં 18 મહિના પછી ભાવ વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે.