News Continuous Bureau | Mumbai
આજથી નવા નાણાકીય વર્ષનો પ્રારંભ થયો છે અને અમૂલે ગુજરાતની જનતાને મોટો ઝટકો આપ્યો છે. અમૂલ દૂધના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. અમૂલ તાઝા, શક્તિ, ટી સ્પેશિયલ, ગાયનું દૂધ, ચા માજા, સ્લિમ એન્ડ સ્ટ્રીમ, A ટૂ ગાયનું દૂધ, ભેંસના દૂધ સહિતની બ્રાન્ડના ભાવમાં હવે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડશે.
અહેવાલો અનુસાર, નવી કિંમતો આજથી લાગુ થશે. હવે નવી કિંમતો અનુસાર, અમૂલ ગોલ્ડ રૂ. 64, અમૂલ શક્તિ રૂ. 58 પ્રતિ લીટર અને અમૂલ ફ્રેશ રૂ. 52 પ્રતિ લીટરના ભાવે વેચાશે. આ સાથે ભેંસના દૂધના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે હવે 34 રૂપિયા પ્રતિ 500 મીલીના ભાવે વેચાશે.
આ સમાચાર પણ વાંચો : સિરિયલ ‘અનુપમા’ સાઈન કરતા પહેલા રૂપાલી ગાંગુલીએ પ્રોડ્યુસર સામે મૂકી હતી આ શરત
મહત્વનું છે કે છ મહિનામાં આ બીજી વખત છે જ્યારે અમૂલે દૂધના ભાવમાં આટલો વધારો કર્યો છે. જેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડશે અને તેનાથી ઘરનું બજેટ ખોરવાઈ જશે. આ વખતે તાજ, શક્તિ, ટી સ્પેશિયલ, ગાયનું દૂધ, ચા માજા, સ્લિમ એન્ડ સ્ટ્રીમ, એ ટૂ ગાયનું દૂધ, ભેંસના દૂધ સહિતની બ્રાન્ડના ભાવમાં સીધા 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, 500 મિલી અમૂલ ટી સ્પેશિયલ પણ 29 રૂપિયાના બદલે 30 રૂપિયામાં વેચવામાં આવશે. અમૂલ ડીટીએમ સ્લિમ અને ટ્રીમ દૂધની કિંમત હવે 500 મિલી માટે 22 રૂપિયાથી વધારીને 23 રૂપિયા કરવામાં આવી છે.