News Continuous Bureau | Mumbai
Mukesh Ambani: ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી (Anant Ambani)એ જાન્યુઆરી 2023માં તેની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) સાથે સગાઈ કરી હતી. સગાઈ થઈ ત્યારથી જ તેઓ ઘણીવાર દરેક ફેમિલી ફંક્શનમાં કપલ ગોલ સેટ કરતાં જોવા મળે છે. જોકે, ચાહકો લાંબા સમયથી તેમના લગ્નની તારીખની રાહ જોઈ રહ્યા હતા, જેનો આખરે ખુલાસો થયો છે. વાસ્તવમાં મુકેશ અંબાણીએ અનંત અને રાધિકાના લગ્ન (Anant-Radhika Wedding) ની તારીખ જાહેર કરી દીધી છે.
View this post on Instagram
અંબાણી પરિવારના ફેન પેજ મુજબ, મુકેશ અંબાણીએ તેમના નાના પુત્ર અનંત અંબાણી અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટના લગ્નની તારીખ જાહેર કરી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કપલ વર્ષ 2024માં 10, 11, 12 જુલાઈના રોજ ભવ્ય લગ્ન સમારોહમાં લગ્નના બંધનમાં બંધાશે. જોકે, આ સમાચાર વાસ્તવમાં અંબાણી પરિવારના લાખો ચાહકો માટે એક મોટી અપડેટ છે, જેઓ લાંબા સમયથી રાધિકા અને અનંતના લગ્નની તારીખની રાહ જોઈ રહ્યા છે.
આ વર્ષે, ગણેશ ચતુર્થીના અવસર પર અંબાણી પરિવારે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં ઉદ્યોગની ઘણી જાણીતી હસ્તીઓ હાજરી આપી હતી. જોકે, ગણેશ ચતુર્થીના તહેવારોમાં રાધિકા મર્ચન્ટની તેના મંગેતર અનંત અંબાણીના પરિવાર સાથેની ઝલક જોઈને સૌ કોઈ ખુશ થઈ ગયા હતા. એક ઝલકમાં નીતા અંબાણી તેમની વહુ રાધિકા મર્ચન્ટ અને શ્લોકા મહેતા સાથે પોઝ આપતાં જોવાં મળ્યાં હતાં.
આ સમાચાર પણ વાંચો : Maharashtra: મહારાષ્ટ્રના સરકારી દવાખાનામાં 24 કલાકમાં 24 મોતથી હાહાકાર, વિપક્ષના આકરા પ્રહારોએ શિંદે સરકારને ઘેરી..જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો..
આ વર્ષે જાન્યુઆરી 2023માં રાધિકા અને અનંત અંબાણીએ સગાઈ કરી હતી…
આ વર્ષે જાન્યુઆરી 2023માં રાધિકા અને અનંત અંબાણીએ `એન્ટિલિયા` ખાતે તેમના નજીકના લોકો વચ્ચે ગુજરાતી પરંપરાઓને અનુસરીને એકબીજા સાથે સગાઈ કરી હતી. પોતાની સગાઈ માટે રાધિકાએ ફેમસ ડિઝાઈનર અબુ જાની સંદીપ ખોસલાનો ગોલ્ડન લહેંગા પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
તેણે મેચિંગ દુપટ્ટા અને કમરપટ્ટા સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. રાધિકાએ ડાયમંડ નેકલેસ, મેચિંગ એરિંગ્સ, બંગડીઓ સાથે તેના લુકને એક્સેસરાઇઝ કર્યું હતું. બીજી તરફ, અનંતે બ્લૂ કલરના કુર્તા-પાયજામા સાથે મેચિંગ એમ્બેલિશ્ડ જેકેટ પહેર્યું હતું.
ગણેશ ચતુર્થીના દિવસથી શરૂ થતો અને અનંત ચતુર્દશીએ પૂરો થતાં ગણેશોત્સવના દસ દિવસ પસાર થઈ ગયા છે અને લગભગ બધાં જ ગણપતિ પંડાલોમાંથી બાપ્પાએ વિદાય લઈ લીધી છે ત્યારે આજે એટલે કે 29 સપ્ટેમ્બર 2023 અનંત ચતુર્દશીના બીજા દિવસે અંબાણી પરિવારમાં ઉજવાયેલા ગણેશોત્સવનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે ખરેખર જોવા જેવો છે.