તહેવાર ટાણે APMC બજાર બંધ રહેતા વેપારી વર્ગ નારાજ, સોમવારના આ કારણે બજાર રહેશે બંધ; જાણો વિગતે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 ઑક્ટોબર, 2021

શુક્રવાર

ઉત્તર પ્રદેશમાં લખીમપુરમાં ખેડૂતોની હત્યાના  વિરોધમાં સોમવાર 11 ઑક્ટોબર, 2021ના મહારાષ્ટ્ર બંધની હાકલ કરવામાં આવી છે. એથી સોમવારના નવી મુંબઈ સ્થિત APMC માર્કેટ પણ બંધ રાખવામાં આવવાની હોવાથી APMCના સંચાલકોએ જાહેરાત કરી છે. શુક્રવારના એને લગતો સર્ક્યુલર APMC બજારના તમામ વેપારીઓમાં ફરી વળ્યો હતો. 

કોરોનાને પગલે ધંધો ઠપ્પ થઈ ગયો હતો. એ માંડ હવે ગાડી પાટે ચઢી છે. તહેવારોની મોસમ ચાલી રહી છે. ખરીદી માટે લોકોની ભીડ ઊમટી રહી છે ત્યારે બરોબર તહેવારોમાં એક દિવસ દુકાન બંધ રાખવાના  APMC સંચાલકોના  નિર્ણયથી મોટા ભાગના વેપારીઓ  નારાજ થઈ ગયા છે. 

પવઈ લેક કિનારે સાઇકલ નહીં ચલાવી શકો. ભાજપ આંદોલનની તૈયારીમાં ; જાણો વિગતે 

શુક્રવારે APMCના સભાપતિ અશોક ડકના નામે એક લેટર બહાર પાડવામાં આવ્યો હતો, એ મુજબ ઉત્તર પ્રદેશમાં લખીમપુરની ઘટનાના નિષેધમાં મહારાષ્ટ્ર બંધની હાકલ કરવામાં આવી છે. એથી સોમવાર 11 ઑક્ટોબર 2021ના મુંબઈ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિની તમામ બજારો બંધ રાખવાની અપીલ કરવામાં આવે છે. અશોક ડકના નામનો લેટર બજારમાં તમામ વેપારી ઍસોસિયેશન સાથે જોડાયેલા વેપારીઓમાં ફરી વળ્યો હતો. APMC બજાર સાથે સંકળાયેલા મોટા ભાગના વેપારીઓ જોકે આ બંધની વિરોધમાં છે, છતાં નાછૂટકે તેઓએ બરોબર તહેવારના સમયમાં એક દિવસ દુકાન બંધ રાખવી પડવાની છે. મોટા ભાગના વેપારીઓએ એકમતે કહ્યું હતું કે લખીમપુરની દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો સામે દુ:ખ છે. તેમના પ્રત્યે સંવેદના છે, પરંતુ આ રીતે બજાર બંધ કરાવવાથી કશો લાભ થવાનો નથી. પરંતુ મહારાષ્ટ્રની સરકાર જોકે આ બંધમાં જોડવાની હોય તો વેપારીઓ પાસે એમાં નાછૂટકે જોડાવા સિવાય કોઈ ઉપાય નથી.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More