News Continuous Bureau | Mumbai
Appleએ ઈ-કોમર્સ વેબસાઈટ્સ(E-commerce websites) એમેઝોન અને ફ્લિપકાર્ટના ફેસ્ટિવ સેલ(Amazon and Flipkart's Festive Sale) વચ્ચે મોટી ભેટ આપી છે. Apple હવે તેના ગ્રાહકો માટે દિવાળી ઓફર(Diwali offer) Apple Store દિવાળી ઓફર સેલ લાવ્યું છે. Appleનું આ વેચાણ 26 સપ્ટેમ્બર એટલે કે આજથી શરૂ થયું છે. આ સેલમાં HDFC બેંક અને અમેરિકન એક્સપ્રેસ ક્રેડિટ કાર્ડ(American Express Credit Card) પર 7,000 રૂપિયા સુધીનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ(Instant discount) આપવામાં આવશે. ઑફર્સ હેઠળ, લાભ ફક્ત 41,900 રૂપિયાથી વધુની કિંમતના ઉત્પાદનો પર જ મેળવી શકાય છે. જો કે, આ ઓફર પસંદગીના એપલ ગ્રાહકો માટે છે.
Appleના Apple Store દિવાળી ઓફરમાં, ક્રેડિટ કાર્ડ્સ પર 7 % સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ગ્રાહકોને માત્ર HDFC બેંક અને અમેરિકન એક્સપ્રેસ ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરવા પર ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો લાભ પણ મળશે. ઉપરાંત, ગ્રાહકો ઑફર્સનો લાભ લેવા માટે ઓછામાં ઓછા રૂ. 41,900માં એક સાથે બે પ્રોડક્ટ ખરીદી શકે છે.
આ સમાચાર પણ વાંચો : LIC પોલિસી લેવાના બદલી ગયા છે નિમય- ભૂલથી પણ આ ભૂલ ન કરતા- નહીંતર ડૂબી જશે બધા રૂપિયા
આ ઑફર Apple iPhones, MacBooks, iPads અને AirPodsની ખરીદી પર મેળવી શકાય છે. Appleનો નવો iPhone 14 આ ઓફર હેઠળ 72,900 રૂપિયામાં ખરીદી શકાય છે, જણાવી દઈએ કે, તેની કિંમત 79,900 રૂપિયા છે. Apple Store દિવાળી ઑફરમાં, તમામ iPhones પર 7 % ઇન્સ્ટન્ટ કેશબેક (મહત્તમ રૂ. 7000) ઉપલબ્ધ થશે. એટલું જ નહીં, ગ્રાહકોને ઓફર હેઠળ 3 થી 6 મહિનાની નો-કોસ્ટ EMI અને જૂના ફોન એક્સચેન્જ કરવાની સુવિધા પણ મળી રહી છે.
તાજેતરમાં Appleની નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવીઆ મહિને 7 સપ્ટેમ્બરે એપલે iPhone 14 સિરીઝ, Apple Watch 8 અને AirPods Pro 2 લૉન્ચ કરી હતી. ભારતમાં iPhone 14ની શરૂઆતની કિંમત 79,900 રૂપિયા છે. ત્યારે iPhone 14 Plus ની શરૂઆતની કિંમત 89,900 રૂપિયા છે, iPhone 14 Proની શરૂઆતની કિંમત રૂપિયા 1,29,900 અને iPhone 14 Pro Maxની શરૂઆતની કિંમત રૂપિયા 1,39,900 છે. Apple Watch Series 8ની શરૂઆતની કિંમત 45,900 રૂપિયા છે અને Apple Watch SE ની શરૂઆતની કિંમત 29,900 રૂપિયા છે, જ્યારે Apple Watch Ultra 89,900 રૂપિયાની પ્રારંભિક કિંમતે ખરીદી શકાય છે. આ તમામ નવીનતમ ઉત્પાદનો પર પણ ઑફર્સનો લાભ લઈ શકાય છે.