News Continuous Bureau | Mumbai
નજર ઉતારવા કામ આવતા લીંબુ(Lemon)ને જ બરોબર ઉનાળા(Summer season)ની મોસમમાં નજર લાગી ગઈ છે. બજારમાં 200થી 300 રૂપિયા કિલો લીંબુ વેચાઈ રહ્યા છે. આસમાને પહોંચેલા ભાવને કારણે ગૃહીણીઓના રસોડામાંથી જ નહીં પણ હોટલમાંથી પણ લીંબુ ગાયબ થઈ ગયા છે.
પહેલા બજારમાં 10 રૂપિયામાં 3-4 લીંબુ મળતા હતા, તે હવે 10ને 15 રૂપિયાનું એક લીંબુ થઈ ગયું છે. લીંબુનો કિલોનો ભાવ 200થી 300 રૂપિયા પર પહોંચી ગયો છે. ત્યારે લીંબુના ભાવ પણ હાલ સોશિયલ મીડિયા (social media) પર હોટ ટોપિક બની ગયો છે.


સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટના (alia bhatt) લગ્ન કરતા પણ વધુ હેશટેગ (Hashtags) લીંબુના નામે છે. જાતજાતના મેસેજ અને મીમ્સ(Memes) ફરી રહ્યા છે, જે હસાવી હસાવીને લોટ-પોટ કરી રહ્યા છે.


આ સમાચાર પણ વાંચો : ભાઈ લીંબુ અને લસણ સંભાળજો. આ જગ્યાએ ચોરો પૈસા નહીં પણ લીંબુ ચોરી ગયા.. જાણો વિગતે
“આટલા દિવસ સુધી આપણે લીંબુને નીચોવી રહ્યા હતા હવે લીંબુ આપણને નીચોવી રહ્યો છે. થોડા દિવસમાં જ ઝવેરીની દુકાનમાં લીંબુ વેચાતા મળશે. ગયા વર્ષે રેમડેસિવર ઉપલબ્ધ કરાવનારા હવે કોલ કરી રહ્યા છે કે લીંબુ જોઈએ તો કેજો. લીંબુ વેચનારી દુકાનની આજુબાજુ ઈન્કમટેક્સના ઓફિસર તહેનાત છે, અને ખરીદનારા પર નજર રાખી રહ્યા છે. હવે લીંબુ ખરીદવા માટે પેન કાર્ડ, બેંક સ્ટેટમેન્ટ અને ઈન્કમટેક્સ રિટર્નની કોપી આવશ્યક છે. નીંબુ તો બસ ઝાંકી છે, અભી પ્યાઝ-ટમાટર બાકી હે. જિનકે ઘર મેં હો નીંબુ કે પેડ, ઉન્હે દી જા સકતી હૈ ઝેડ પ્લસ સુરક્ષા. લીંબુ વેચનારાઓ હવે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ છાપો ના મારે તેનો ડર સતાવી રહ્યો છે. લીંબુ ખરીદનારાઓ હવે ઈન્કમટેક્સના રડાર પર આવી ગયા છે. પેટ્રોલ-ડીઝલ સે મહંગે હુએ નીંબુને કહા-અબ હમેં ચાહિયે ફુલ ઈજ્જત.”

