News Continuous Bureau | Mumbai
કેબ સર્વિસ અત્યારે શહેરોમાં વધુ જોવા મળે છે પરંતુ એશ્યોર કેબે શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ પોતાની મજબૂત કનેક્ટિવિટી બનાવી દીધી છે. લોકો માટે એશ્યોર તાલુકા, જિલ્લા અને ગ્રામ્ય સ્તરે પહોંચી કનેક્ટિવિટીનું મોટું સરનામું બની ગઈ છે. ખાસ કરીને ગ્રામ્ય ક્ષેત્રે મોટી સંખ્યામાં લોકો વસે છે તેમની સુવિધાનો પણ પ્રથમ ખ્યાલ એશ્યોરે ચોક્કસથી રાખ્યો છે. પાયલોટ (ડ્રાઈવર) પાર્ટનર આસાનીથી એશ્યોર સાથે જોડાઈને કામ કરી રહ્યા છે. એશ્યોર 5000થી પણ વધુ તાલુકા અને ગામડાઓ સુધી પહોંચી સમય બચતનો અનુભવ કરાવી રહી છે.
આજના આધુનિક યુગમાં એશ્યોરે મોટી કનેક્ટિવિટી શહેરો અને તાલુકા તેમજ ગ્રામ્ય ક્ષેત્રે આપી નવું મુકામ હાંસલ કર્યું છે. અહીંથી ટેક્સીનું બુકિંગ ખૂબ જ સુરક્ષિત અને યુઝર ફ્રેન્ડલી બનતા ગ્રામ્ય અને શહેરી યાતાયાત વચ્ચેની સફરનો જે ગેપ હતો એ પણ પરિપૂર્ણ થઈ રહ્યો છે. 900 શહેર આવરી લેવામાં આવ્યા છે. 5000+ તાલુકા અને ગામડાઓનું જોડાણ પણ બહું ઓછા સમયમાં મેળવવું એ કંપનીની સફળતા સાબિત કરે છે. અમારા પર વિશ્વાસ કરો, કારણ કે અમે ખાતરી આપીએ છીએ તમારી સફરને શાનદાર બનાવવાની આ સ્લોગન પર કંપનીએ મોટી સિદ્ધી હાંસલ કરી લોકોના દિલ જીત્યા છે. હજારો કિમી સુધી જઈને એશ્યોરે 12 હજારથી વધુ વન-વે રૂટ પર કંપની સેવા આપી છે. સલામતી સાથે ભારતના કોઈપણ ભાગમાં મુસાફરી કરી શકાય છે. કંપનીના 8 વર્ષના કાર્યકાળમાં કંપનીએ મોટી ઉંચાઈઓ સર કરી છે. એડવાન્સ ટેક્નોલૉજી સાથે બેજેટેડ ભાડાના ફ્લીટને ઑપ્ટિમાઇઝ કરતી અનેક મલ્ટીપલ સેવા કંપની તેના તાલુકા અને ગ્રામ્ય ક્ષેત્રના ગ્રાહકોને પૂરી પાડે છે.
આ સમાચાર પણ વાંચો: અમદાવાદમાં સૌ પ્રથમવાર જૈન કોમ્યુનિટીના 4 ફીરકા માટેની કોમન હોસ્ટેલનું ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું
અત્યાર સુધી 4.9 લાખ ગ્રાહકોએ કંપની પાસેથી સુરક્ષિત અને સુખદ સેવા લીધી છે જેમાં ગ્રામ્ય અને તાલુકા સ્તરના ગ્રાહકો પણ મોટી સંખ્યામાં સામેલ છે. વિશ્વાસપાત્ર ડ્રાઈવર પાર્ટનર એ કંપનીની સફળતાની ચાવી છે. મૈત્રીપૂર્ણ અનુભવ પ્રદાન કરવા માટે ખૂબ જ ટૂંક સમયમાં બાકી રહેલા અન્ય કેટલાક શહેરો ઉપરાંત તાલુકા ક્ષેત્રોમાં પણ સર્વિસ શરૂ કરશે. આ જ સુવિધા સાથે પેન ઈન્ડિયા લોકોને સુવિધા આપવા માંગે છે. ઘણા એવા સ્થળો છે કે જે જગ્યા પર વાહનો તત્કાલ મળવા મૂશ્કેલ સાબિત થતા હોય છે ત્યારે આવા ગ્રામ્ય ક્ષેત્રને આવરી લેવા તરફ એશ્યોર કંપની આગળ વઘી રહી છે. ગ્રાહકોને એક સુરક્ષિત અને સારો ટ્રાવેલ અનુભવ પ્રદાન કરી એક અદભૂત અને સુખદ સફરનો અનુભવ કરાવવા માંગે છે.
ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આવેલા એક નાના ગામમાં જન્મેલા હિરેન સોઢા કે જેઓ કંપનીના ડીરેક્ટર છે તેઓ બહું સારી રીતે આ અનુભવને જાણે છે અને અનુભવ પણ તેમણે ગ્રામ્ય ક્ષેત્રે થયો છે. ત્યારે પોતાના અનુભવોથી તેઓ આગળ વધી ના કે ફક્ત શહેરી જ વિસ્તાર પરંતુ તાલુકા અને ગ્રામ્ય ક્ષેત્રે પણ એશ્યોરના નેટવર્કને વિશાળ બનાવવા તરફ કંપની સાથે આગળ વધી રહ્યા છે. ડોર ટુ ડોરથી લઈને આઉટડોર સુધીની સફળ સેવાઓનો લાભ ગ્રાહકોને આપી રહી છે. કંપની તેના ગ્રાહકોને જીપીએસ સક્ષમ વાહન, ડોર ટુ ડોર સર્વિસ, 24*7 ગ્રાહક સ્પોર્ટની સર્વિસ પ્રોવાઇડ કરે છે.
કંપનીના 8 વર્ષના કાર્યકાળમાં કંપનીએ મોટી ઉંચાઈઓ હાથ ધરી છે. જેની પાછળું કારણ શ્રેષ્ઠ સુવિધા છે આ સિવાય એશ્યોર કેબ ટેક્સી ઓનલાઈન બુકિંગ એકદમ સરળ છે ઉપરાંત ફોન પર કોલિંગ દ્વારા પણ બુક કરવાની સુવિધા છે. કંપની પાસે પ્રોફેશનલ આઉટસ્ટેશન એક્સપર્ટ ટીમ છે, જેનાથી કંપની ટિયર 2 ટિયર 3 કનેક્ટિવિટી બનાવે છે, જે ગ્રાહકોને બજેટ ફ્રેન્ડલી સુવિધાઓ પૂરી પાડે છે આ ઉપરાંત અનેક પ્રકારની અન્ય સુવિધા પણ પ્રોવાઈડ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈ એરપોર્ટથી નવી મુંબઈ એરપોર્ટ સુધીની મુસાફરી પૂર્ણ થશે માત્ર 30 મિનિટમાં, MMRDA એ આ પ્રોજેક્ટ પર શરૂ કર્યું કામ..