News Continuous Bureau | Mumbai
Bank Holidays : સપ્ટેમ્બર ( September ) મહિનો પૂરો થવા આવ્યો છે. થોડા દિવસોમાં ઓક્ટોબર ( October ) મહિનો શરૂ થશે. આ મહિનામાં ઘણા તહેવારો ( festivals ) આવી રહ્યા છે, જો તમારી પાસે બેંકનું કોઈ કામ હોય, તો તે જલદીથી પૂર્ણ કરો…
ઓક્ટોબર મહિનામાં 16 દિવસ બેંકો બંધ ( Banks closed ) રહેશે (બેંક રજાઓ) ( Bank Holidays ) . મહારાષ્ટ્રમાં ( Maharashtra ) કુલ 9 દિવસ બેંકો બંધ રહેશે. બેંક ઓફ ઈન્ડિયાની ( Bank of India ) રજાઓની યાદી અનુસાર, આવતા મહિને દેશભરમાં 16 દિવસની બેંક રજાઓ રહેશે. તે પૈકી ઓક્ટોબર મહિનામાં સાત દિવસ એટલે કે 5 રવિવાર અને 2 શનિવાર બેંકો બંધ રહેશે ઉપરાંત 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ ( Gandhi Jayanthi ) અને 24 ઓક્ટોબરે વિજયાદશમીના ( Vijayadashmi ) રોજ દેશભરની બેંકો બંધ રહેશે.
ઓક્ટોબરમાં રજાઓની યાદી ( List of holidays )
– 1 ઓક્ટોબર – રવિવાર
– 2 ઓક્ટોબર – ગાંધી જયંતિ
– 8 ઓક્ટોબર – રવિવાર
– 14 ઓક્ટોબર – શનિવાર
– 15 ઓક્ટોબર – રવિવાર
– 22 ઓક્ટોબર – રવિવાર
– 24 ઓક્ટોબર – દશેરા/વિજયાદશમી
– 28 ઓક્ટોબર – ચોથો શનિવાર
– 29 ઓક્ટોબર – રવિવાર
આ સમાચાર પણ વાંચો : Demat Account: ડીમેટ ખાતાધારકોને સેબી તરફથી રીમાઇન્ડર; જો 30 સપ્ટેમ્બર સુધી આમ નહીં કરવામાં આવે તો એકાઉન્ટ થઈ જશે ફ્રીઝ … જાણો સંપુર્ણ પ્રક્રિયા વિગવારવાર.
બેંકની રજાઓને કારણે ડિજિટલ સેવાઓને અસર થતી નથી..
જ્યારે બેંકો બંધ હોય છે, ત્યારે ગ્રાહકો ડિજિટલ રીતે વિવિધ કાર્યો પૂર્ણ કરી શકે છે. યુપીઆઈ, મોબાઈલ બેંકિંગ, ઈન્ટરનેટ બેંકિંગ જેવી ડીજીટલ સેવાઓ બેંકની રજાઓને કારણે પ્રભાવિત થતી નથી. જેથી ગ્રાહકો કોઈપણ અવરોધ વિના તેમનું કાર્ય પૂર્ણ કરી શકે.