News Continuous Bureau | Mumbai
વર્ષનો 10મો મહિનો એટલે કે ઓક્ટોબર (October)મહિનો પૂરો થવામાં અને નવેમ્બર (November) મહિનાની શરૂઆત થવામાં માત્ર હવે ગણતરીના દિવસ જ બાકી છે.
મહત્વનું છે કે ઓક્ટોબર મહિનાના અંતિમ પખવાડિયામાં દશેરા(Dussehra) અને દિવાળી (Diwali) જેવા મોટા તહેવાર હતા. દિવાળી દરમિયાન ઘણા દિવસ વેપારી પ્રવૃત્તિઓ અને બેંક પણ બંધ રહી હતી. નવેમ્બરમાં લોકો પેન્ડિંગ કામ પતાવવાને પ્રાધાન્ય આપશે. બેંકો(Bank Holiday 2022) માં નવેમ્બરમાં મહિનામાં પણ લાંબી રજાઓ આવવાની છે. નવેમ્બર મહિનાના 30 દિવસમાંથી 10 દિવસ બેંકો બંધ રહેશે. બેંક સાથે જોડાયેલુ કોઈ કામ કરવાની તૈયારી કરી રહ્યા હોય તો રજાઓની યાદી (Holiday List) જરુરથી તપાસી લો. જો કે, આ રજાઓ રાજ્ય અને શહેરોમાં અલગ-અલગ હોઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : T20 WCમાં બે હારથી પાકિસ્તાન મુકાઈ ગયુ મુશ્કેલીમાં- વર્લ્ડ કપમાંથી લગભગ બહાર- જાણો હવે સેમિફાઇનલમાં કઈ રીતે પહોંચી શકે
નવેમ્બર મહિનામાં નીચે આપેલ યાદી મુજબ બેંકો બંધ રહેશે
1 નવેમ્બર, 2022 – કન્નડ રાજ્યોત્સવ/કૂટના અવસર પર બેંગલુરુ અને ઈમ્ફાલમાં બેંક બંધ રહેશે.
6 નવેમ્બર, 2022 – રવિવારના કારણે દેશભરની બેંકો બંધ રહેશે.
8 નવેમ્બર, 2022 – ગુરુ નાનક જયંતિ, કારતક પૂનમ, રાહલ પૂનમ, વાંગલા તહેવાર નિમિત્તે અગરતલા, બેંગ્લોર, ગંગટોક, ગુવાહાટી, ઇમ્ફાલ, કોચી, પણજી, પટના, શિલોંગ અને તિરુવનંતપુરમ ઉપરાંત દેશભરના અન્ય શહેરોની બેંકોમાં પણ રજા રહેશે.
11 નવેમ્બર, 2022 – કનકદાસ જયંતિ, બાંગ્લા તહેવાર નિમિત્તે બેંગલુરુ અને શિલોંગમાં બેંકો બંધ રહેશે.
12 નવેમ્બર, 2022 – મહિનાના બીજા શનિવારે દેશભરની બેંકો બંધ રહેશે.
13 નવેમ્બર 2022 – રવિવારના કારણે દેશભરની બેંકો બંધ રહેશે.
20 નવેમ્બર, 2022 -રવિવારના કારણે દેશભરની બેંકો બંધ રહેશે.
23 નવેમ્બર, 2022 – સેંગ કુત્સનેમના કારણે શિલૉંગમાં બેંક બંધ રહેશે.
26 નવેમ્બર, 2022 – મહિનાના ચોથા શનિવારે દેશભરની બેંકો બંધ રહેશે.
27 નવેમ્બર, 2022 – રવિવારના કારણે દેશભરની બેંકો બંધ રહેશે.
આ સમાચાર પણ વાંચો : કામનું / Amul કંપની આપી રહી છે બમ્પર કમાણીની તક, ફફ્ત આટલા કલાક કામ કરી દર મહિને મેળવી શકો છો સારો નફો