News Continuous Bureau | Mumbai
ગણેશ ચતુર્થીની(Ganesh Chaturthi) પૂર્વ સંધ્યાએ શેરબજારે રોકાણકારોને(Investors in the stock market) માલામાલ કરી દીધા હતા. મંગળવારના ટ્રેડિંગ સેશનમાં(trading session) શેરબજારમાં આવેલી જબરદસ્ત તેજીને કારણે રોકાણકારોની સંપત્તિમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો. એક દિવસ અગાઉ, રોકાણકારો યુએસ ફેડ રિઝર્વના(US Fed Reserve) વડાના વ્યાજદરમાં મોટા વધારાના નિવેદન પર વેચવાલી કરી રહ્યા હતા. પરંતુ મંગળવારના ટ્રેડિંગ સેશનમાં માર્કેટમાં આવેલી તેજીને કારણે રોકાણકારોની સંપત્તિમાં(Investors' Assets) જબરદસ્ત ઉછાળો આવ્યો હતો.
સોમવારે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન(Market Capitalization of Listed Companies) રૂ. 274.56 લાખ કરોડ હતું. જે મંગળવારે બજારમાં ઉછાળાને કારણે રૂ. 5,68,305 કરોડના ઉછાળા સાથે રૂ. 280.25 લાખ કરોડે પહોંચી ગયો હતો. એટલે કે એક જ સત્રમાં શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં રૂ. 5.68 લાખ કરોડનો વધારો જોવા મળ્યો હતો.
હકીકતમાં મંગળવારના ટ્રેડિંગ સેશનમાં BSE સેન્સેક્સમાં 3 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. બંધ થતા પહેલા BSE ઈન્ડેક્સ 1564 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. ચાલુ વર્ષમાં સેન્સેક્સમાં આ બીજો સૌથી મોટો ઉછાળો છે. આજે ગણેશ ચતુર્થીના કારણે ભારતીય શેરબજારો(Indian stock markets) બંધ છે.
આ સમાચાર પણ વાંચો : યોગગુરુ બાબા રામદેવે મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે કરી મુલાકાત- બંને દિગ્ગ્જ્જો વચ્ચે આ મુદ્દે થઇ વ્યાપક ચર્ચા
મંગળવારે બજારમાં તેજીના કારણે તમામ સેક્ટરના ઇન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા છે. આઈટી(IT), બેન્કિંગ(banking), ઓટો(Auto), ફાર્મા(Pharma), એફએમસીજી(FMCG), એનર્જી, મેટલ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ(Oil and Gas) ઉપરાંત મીડિયા સેક્ટરના શેરોમાં ખરીદારી રહી હતી. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટીના તમામ 50 શેરો લીલા નિશાન સાથે બંધ થયા છે. તો સેન્સેક્સના તમામ 30 શેરો પણ લીલા નિશાનમાં બંધ થયા છે.
માર્કેટમાં વધતા શેરોને જોઈએ તો બજાજ ફિનસર્વ 5.47 ટકા, બજાજ ફાઇનાન્સ 4.86 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 4.15 ટકા, ટેક મહિન્દ્રા 3.96 ટકા, ICICI બેન્ક 3.72 ટકા, કોટક મહિન્દ્રા 3.46 ટકા, ટાટા સ્ટીલ 3.29 ટકા, HDFC 3.29 ટકા, HUL 3.27 ટકા, HDFC બેન્ક 3.21 ટકાના ઉછાળા સાથે બંધ થયા છે.
આ સમાચાર પણ વાંચો : વૈશ્વિક ફલક પર ગુંજશે ગુજરાતના ગરબા યુનેસ્કોની આ લિસ્ટમાં થઈ શકે છે સામેલ-જાણો સમગ્ર વિગત
જ્યારે ઘટતા શેરો પર નજર કરીએ તો, NMDC 1.29 ટકા, ડૉ લાલપથ લેબ 1.20 ટકા, કોરોમંડલ એન્ટરપ્રાઇઝ 0.85 ટકા, બારાત ઇલેક્ટ્રોનિક્સ 0.76 ટકા, ભેલ 0.68 ટકા, સન ટીવી 0.49 ટકા, ગ્લેનમાર્ક 0.35 ટકા, RBL બેન્ક 2.9 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.
શેરબજારમાં ભારે રોકાણને કારણે ડોલર સામે રૂપિયામાં પણ મજબૂતી જોવા મળી હતી. મંગળવારે રૂપિયામાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. સોમવારે રૂપિયો 79.96 ના સ્તર પર બંધ થયો હતો. પરંતુ મંગળવારે રૂપિયો 79.45 રૂપિયા પર બંધ થયો છે.
આ સમાચાર પણ વાંચો : અદાણીની અવિરત આગેકૂચ- ગૌતમ અદાણી બન્યા વિશ્વના ત્રીજા અમીર વ્યક્તિ – આ બિઝનેઝમેનને પણ છોડી દીધા પાછળ