Bhavish Aggarwal: ઈસ્ટ ઈન્ડિયા કંપનીની જેમ દેશને ફરી લૂંટવામાં આવી રહ્યા છે, વૈશ્વિક કંપનીઓ હવે ભારતીય ડેટાનો દુરુપયોગ કરી રહી છેઃ ભાવિશ અગ્રવાલ… જાણો વિગતે..

Bhavish Aggarwal: ઇસ્ટ ઇન્ડિયા કંપની દેશમાંથી કપાસની નિકાસ કરતા હતા અને તેના કપડાં બનાવીને પાછા લાવીને દેશને વેચી દેતા હતા. હવે વિદેશીઓ ભારતનો ડેટા નિકાસ કરી રહ્યા છીએ અને આ જ ગુપ્ત માહિતી પાછી લાવી રહ્યા છીએ. આ જ તો ટેક્નો સંસ્થાનવાદ છે. તેથી આપણે સમજવું પડશે કે આ લડાઇઓ ભારતીય ઇકોસિસ્ટમમાં કાયદેસર નથી.

by Bipin Mewada
Bhavish Aggarwal Like East India Company, the country is being looted again, global companies are now misusing Indian data Bhavish Agarwal.

 News Continuous Bureau | Mumbai

Bhavish Aggarwal: ઓલાના સંસ્થાપક અને સીઈઓ ( Ola CEO ) ભાવિશ અગ્રવાલે ફરી એકવાર વિદેશી કંપનીઓ પર હુમલો કર્યો છે તેમનું કહેવું છે કે વિદેશી કંપનીઓ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની જેમ ભારતના ડેટા ચોરી રહી છે. ભાવિશ અગ્રવાલે તેને ટેક્નો સંસ્થાનવાદ ગણાવ્યો છે. તેમણે એક નિવેદન આપતા કહ્યું હતું કે, આ કંપનીઓ ભારતનો ડેટા ગ્લોબલ ડેટા સેન્ટરોમાં મોકલી રહી છે. આ ડેટા પ્રોસેસ કર્યા બાદ તેને ભારતને પાછો વેચવામાં આવે છે.

એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં ભાવિશ અગ્રવાલે  કહ્યું હતું કે, બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની ( East India Company ) પણ આ જ રીતે દેશના સંસાધનોનું શોષણ કરતી હતી. ભારત, હાલ વિશ્વના ડેટાનો નોંધપાત્ર હિસ્સો ઉત્પન્ન કરી રહ્યું છે. જોકે તેનો ફાયદો વિદેશી ટેક્નોલોજી કંપનીઓ ઉઠાવી રહી છે. આ ડેટાનો ( Indian data ) દસમો ભાગ જ ભારતમાં રાખવામાં આવી રહ્યો છે. 90 ટકા દેશની બહાર જઈ રહ્યું છે. મોટી ટેક કંપનીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ( Artificial Intelligence ) મદદથી તેના પર પ્રક્રિયા કરી રહી છે. આ પછી, આ ડેટા ફરી દેશમાં ઉંચા ડોલરમાં વેચવામાં આવે છે. તો ઇસ્ટ ઇન્ડિયા કંપની પણ ૨૦૦ વર્ષ પહેલાં આવું જ કરતી હતી.

Bhavish Aggarwal: ભારત વિશ્વના 20 ટકા ડિજિટલ ડેટાનું હાલ ઉત્પાદન કરી રહ્યું છે.

ઓલાના સીઇઓએ નિવેદન આપતા વધુમાં જણાવ્યું હતું કે, ઇસ્ટ ઇન્ડિયા કંપની દેશમાંથી કપાસની નિકાસ કરતા હતા અને તેના કપડાં બનાવીને પાછા લાવીને દેશને વેચી દેતા હતા. હવે વિદેશીઓ ( Foreign companies ) ભારતનો ડેટા નિકાસ કરી રહ્યા છીએ અને આ જ ગુપ્ત માહિતી પાછી લાવી રહ્યા છીએ. આ જ તો ટેક્નો સંસ્થાનવાદ છે. તેથી આપણે સમજવું પડશે કે આ લડાઇઓ ભારતીય ઇકોસિસ્ટમમાં કાયદેસર નથી. આ ટેકનોલોજીની લડાઇ છે. આપણે આપણી સંસ્કૃતિ અનુસાર અમારી ટેકનોલોજીનો વિકાસ કરવો પડશે. એઆઇનું ભવિષ્ય પણ આપણા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આધારિત છે. તે મુજબની તૈયારી તમારે કરવાની છે. યુપીઆઈ અને ઓએનડીસી તેના સફળ ઉદાહરણો છે.

આ સમાચાર પણ વાંચો  : Mumbai water stock : મુંબઈને પાણી પુરી પાડતા તળાવોમાં ભારે વરસાદને કારણે 20 લાખ લિટર પાણી એકઠું થયું.

ભાવિશ અગ્રવાલે આગળ જણાવ્યું હતું કે, ભારત વિશ્વના 20 ટકા ડિજિટલ ડેટાનું ( Digital Data ) હાલ ઉત્પાદન કરી રહ્યું છે. જેથી દેશ એઆઈના ક્ષેત્રમાં મહાન કાર્ય કરી શકે છે. ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. તેથી આ ડેટા એઆઈને વધુ તાકાત આપે છે. ભારત દેશ યુવાનોનો દેશ છે અને તેથી દેશે વધુ ડેટા ઉત્પાદન કરવું જોઈએ. તેમજ આ ડેટા આપણા નિયંત્રણમાં હોવો જોઈએ. આ માટે સમગ્ર સમાજે સાથે આવવું પડશે. તેમજ કૃત્રિમ જેવી કંપનીઓનો પણ વિકાસ થવો જોઇએ. ભાવીશ અગ્રવાલ દ્વારા જ આ કૃત્રિમ ડેવલોપ કરવામાં આવ્યું છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More