Site icon

કેન્દ્રીય કૅબિનેટનો મહત્ત્વનો ફેંસલો, કપડા ઉદ્યોગ માટે PLI સ્કીમને મંજૂરી, જાણો સામાન્ય માણસ પર શું રહેશે અસર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021
બુધવાર 
કાપડ ક્ષેત્ર માટે PLI યોજનાને આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. આ યોજના માનવસર્જિત ફાઇબર સેગમેન્ટ અને ટેક્નિકલ ટેક્સટાઇલ માટે છે. માનવસર્જિત ફાઇબર એપેરલ માટે 7,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને ટેક્નિકલ કાપડ માટે લગભગ 4,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. કૅબિનેટના નિર્ણયો વિશે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે આ નિર્ણયથી 7 લાખ લોકો માટે રોજગારીની તકો ઊભી થશે. આ સાથે નિકાસમાં પણ વધારો થશે. 

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે 'આ યોજના ઘરેલુ ઉત્પાદન અને નિકાસને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. કેન્દ્રીય કૅબિનેટે MMF (આર્ટિફિશિયલ ફાઇબર) એપેરલ, MMF ફેબ્રિક્સ અને ટેક્નિકલ ટેક્સટાઇલ્સના 10 સેગમેન્ટ/ઉત્પાદનો માટે 10,683 કરોડ રૂપિયાની PLI યોજનાને મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે કાપડ ક્ષેત્ર માટે PLI યોજના 2021-22ના બજેટમાં 13 ક્ષેત્રો માટે કરવામાં આવેલી જાહેરાતનો એક ભાગ છે. બજેટમાં 13 ક્ષેત્રો માટે 1.97 લાખ કરોડ રૂપિયાની યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી.

Join Our WhatsApp Community

નોર્ધન એલાયન્સનું મોટું એલાન : ‘તાલિબાન સરકાર ગેરમાન્ય, અમે અમારી સરકારની ઘોષણા કરીશું' 

વિશ્વના અન્ય દેશો આ મામલે આપણા કરતાં ઘણા આગળ છે. આવી સ્થિતિમાં આ સેગમેન્ટ અને સેક્ટરને પ્રોત્સાહન આપવાની જરૂર છે. PLI યોજના એક મજબૂત પગલું હશે.
 
આપને જણાવી દઈએ કે મેન મેડ ફાઇબર (MMF) ભારતની કાપડની નિકાસમાં માત્ર 20 ટકા ફાળો આપે છે. સરકાર કાપડ કંપનીઓને તેમના ઉત્પાદનમાં વર્ષ દર વર્ષે વધારાના આધારે પ્રોત્સાહન આપશે. ભારતના કાપડ ઉદ્યોગની વાત કરીએ તો હાલમાં કપાસનું યોગદાન 80 ટકા અને MMFનું યોગદાન માત્ર 20 ટકા છે.

Budget 2026 Expectations: મધ્યમ વર્ગના ખિસ્સામાં આવશે વધુ પૈસા! ટેક્સ સ્લેબમાં ધરખમ ફેરફારની તૈયારી; જાણો બજેટ ૨૦૨૬માં મોદી સરકારની શું છે ખાસ ગિફ્ટ.
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Gold Silver Price Today: રેકોર્ડ તેજી બાદ સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! ટ્રમ્પના આ એક નિવેદને પલટી નાખી આખી રમત; જાણો રોકાણકારો માટે હવે શું છે સલાહ.
India-US Trade Deal Impact: ટ્રમ્પના એક નિવેદનથી ભારતીય બજારોમાં આવશે સુનામી! ભારત-અમેરિકા વ્યાપાર કરારના સંકેતથી આ 5 સેક્ટર્સના શેરોમાં લાગશે અપર સર્કિટ
Exit mobile version