ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 માર્ચ 2021
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હાઉસિંગ સોસાયટી માટે સેલ્ફ રીડેવલપમેન્ટ સંદર્ભે એક મોટું દ્વાર ખોલી દીધું છે. અત્યાર સુધી કોઈ હાઉસિંગ સોસાયટી ને રીડેવલપમેન્ટ કરવું હોય તો ન છૂટકે બિલ્ડર પાસે જવું પડતું હતું. બિલ્ડરને સોસાયટી રી ડેવલપ કરવા માટે લોન સુવિધા મળતી હતી. આ સુવિધા હાઉસિંગ સોસાયટીઓ ને નહોતી. હવે આ સંદર્ભે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક મોટું પગલું લીધું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તમામ નાણાંકીય કંપનીઓને પરવાનગી આપી છે કે તેઓ સેલ્ફ રિડેવલપમેન્ટ કરવા ઈચ્છતી હાઉસિંગ સોસાયટીઓ ને ફાઈનાન્સ કરે.
આમ બિલ્ડરોના એકાધિકાર થી હાઉસિંગ સોસાયટીઓ ને છુટકારો મળ્યો છે.