News Continuous Bureau | Mumbai
BSNL Recharge Plan : સરકારી ટેલિકોમ કંપની BSNL 997 રૂપિયાના રિચાર્જમાં 160 દિવસની વેલિડિટી સાથે રોજ 2GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ જેવા ફાયદા આપી રહી છે.
BSNL Recharge Plan : BSNL નો 997 રૂપિયાનો પ્લાન
જો તમે લાંબી વેલિડિટી, ડેઇલી ડેટા, SMS અને અનલિમિટેડ કોલિંગ વાળો પ્લાન શોધી રહ્યા છો તો BSNL ના 997 રૂપિયાના પ્લાન સૌથી પરફેક્ટ છે. આ પ્લાન 160 દિવસની વેલિડિટી સાથે આવે છે. વેલિડિટી દરમિયાન યુઝર્સને દેશભરમાં કોઈપણ નંબર પર અનલિમિટેડ કોલિંગનો ફાયદો આપવામાં આવી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Vodafone 5G Services : વોડાફોને મુંબઈમાં 5G સેવાઓ શરૂ કરી, જાણો નવો પ્લાન
BSNL Recharge Plan : BSNL ની 4G સેવાઓ
ટૂંક સમયમાં BSNL ની 4G સેવાઓ શરૂ થવાની છે. ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે BSNL ની 4G કનેક્ટિવિટી માટે એક લાખ સાઇટની યોજના બનાવવામાં આવી છે.
BSNL Recharge Plan : 5G કનેક્ટિવિટી
4G રોલઆઉટ થયા પછી કંપની 5G કનેક્ટિવિટી માટે કામ શરૂ કરી દેશે. BSNL એ દેશની એકમાત્ર એવી કંપની છે, જેણે 4G ટેકનોલોજી પોતે ડેવલપ કરી છે.