BYD ATTO 3 લોન્ચ-ચીનની કંપનીએ ભારતમાં લોન્ચ કરી ઇલેક્ટ્રિક કાર- સિંગલ ચાર્જ 521 કિમીની મુસાફરી

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

નવી ઇલેક્ટ્રિક કાર(Electric car) BYD ATTO 3 ભારતીય કાર માર્કેટમાં (Indian car market) લોન્ચ કરવામાં આવી છે. BYD વિશ્વની અગ્રણી ન્યૂ એનર્જી વ્હીકલ નિર્માતા કંપનીએ(energy vehicle maker) ભારતની પહેલી સ્પોર્ટી E-SUV, પ્રીમિયમ ઇલેક્ટ્રિક(Premium Electric) SUV, BYD-ATTO 3 લોન્ચ કરી છે. તેને ઈ-પ્લેટફોર્મ 3.0 પર બનાવવામાં આવી છે. જોકે કંપનીએ લોન્ચ દરમિયાન તેની કિંમતનો ખુલાસો કર્યો નથી.

ઇલેક્ટ્રિક એસયુવીમાં(electric SUV) મોટી રેન્જ

આ ઇલેક્ટ્રિક કાર(Electric car) દ્વારા કંપનીએ ભારતીય કાર માર્કેટમાં જોરદાર એન્ટ્રી કરી છે. BYD-ATTO 3 પાસે ARAI પ્રમાણિત રેન્જ 521 kms અને NEDC-રેન્જ 480 kms હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આશા છે કે કંપની આવતા મહિને આ e-SUVની કિંમત જાહેર કરી શકે છે. જોકે, કંપનીએ આ કારનું બુકિંગ(Car booking) શરૂ કરી દીધું છે.

50,000 રૂપિયામાં બુકિંગ કરાવી શકાશે

BYD-ATTO 3 ની કિંમત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પરંતુ કંપનીએ આ કારનું બુકિંગ શરૂ કરી દીધું છે. તેને 50,000 રૂપિયાની ટોકન મની ચૂકવીને(token money) બુક કરાવી શકાય છે. ATTO 3 ની ડિલિવરી 2023 ની શરૂઆતમાં શરૂ થવાનું કહેવાય છે. કંપની દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે પ્રથમ 500 BYD-ATTO 3 e-SUV 2023 માં જાન્યુઆરીમાં આપવામાં આવશે.

50 મિનિટમાં 80% ચાર્જ

અલ્ટ્રા-સેફ્ટી બ્લેડ બેટરી(Ultra-Safety Blade Battery) અને બોર્ન EV પ્લેટફોર્મથી સજ્જ, BYD-ATTO 3 50 મિનિટમાં 0 ટકાથી 80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે. આ ઇલેક્ટ્રિક SUVમાં 60.48 kWhની પાવરફુલ બેટરી આપવામાં આવી છે. આ સાથે તે 7.3 સેકન્ડમાં 0-100 kmphનો સમય મેળવવાની  ક્ષમતા ધરાવે છે. તેના વ્હીલની સાઇઝ 18 ઇંચ છે.

 આ સમાચાર પણ વાંચો : યુઝર્સને 5G સ્પીડ ટેસ્ટ કરવો પડ્યો મોંઘો- ચંદ સેકન્ડમાં જ ખતમ થઈ ગયો ડેટા- જાણો શું છે કારણ

E-SUV આ કલર્સમાં ઉપલબ્ધ 

BYD-ATTO 3 ઇલેક્ટ્રિક SUV ભારતમાં ઈ-પ્લેટફોર્મ 3.0 પર બનાવવામાં આવી છે. આ સાથે તેમાં ઈલેક્ટ્રીક સ્લાઈડ અને એન્ટી-પિંચ ફીચર્સ (Electric slide and anti-pinch features) સાથે 1,261 મીમી લાંબી અને 849 મીમી પહોળી પેનોરેમિક સનરૂફ છે. આ e-SUVમાં ચાર કલરની રેન્જ હશે. તેમાં બોલ્ડર ગ્રે, પાર્કૌર રેડ, સ્કી વ્હાઇટ અને સર્ફ બ્લુનો સમાવેશ થાય છે.

સિક્યોરિટી માટે 7 એરબેગ્સ

અન્ય ફીચર્સની વાત કરીએ તો BYD-ATTO 3માં 7 એરબેગ્સ આપવામાં આવી છે. અન્ય વિશેષતાઓમાં L2 એડવાન્સ્ડ ડ્રાઇવિંગ આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) BYD ડિપાયલોટ, 12.8-ઇંચ અનુકૂલનશીલ રોટેટિંગ સસ્પેન્શન ઇલેક્ટ્રોનિક પેડ, 360-ડિગ્રી હોલોગ્રાફિક પારદર્શક ઇમેજિંગ સિસ્ટમ, NFC કાર્ડ કી, વ્હીકલ ટુ લોડ (VTOL) મોબાઇલ પાવર સ્ટેશનનો સમાવેશ થાય છે.

BYD ભારતમાં 21 શહેરોમાં 24 શોરૂમ ધરાવે છે અને કંપની તેનું વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે. કંપની 2023ના અંત સુધીમાં દેશમાં શોરૂમની સંખ્યા 24થી વધારીને 53 કરવાનો ટાર્ગેટ ધરાવે છે.

આ સમાચાર પણ વાંચો : SBI New Numbers – SBIએ ગ્રાહક સેવા માટે જાહેર કર્યા નવા નંબર – જાણો વિશેષતા

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More