News Continuous Bureau | Mumbai
ભારત(India)માં 5G નેટવર્ક (5G network)લોન્ચ કરવામાં આવ્યું છે અને લોકો ફોનમાં 5G નેટવર્ક આવે તેની રાહ જોઈ રહ્યા છે.
5G નેટવર્ક આવતાની સાથે જ તમે પ્રથમ શું કરશો? ઘણા લોકોની જેમ, તમે વાસ્તવિક જીવનમાં 4G અને 5G સ્પીડ વચ્ચેનો તફાવત જોવા માંગો છો. પરંતુ શું તમે તેના માટે તૈયાર છો?
5G સ્પીડ ટેસ્ટ (5G speed test) અથવા અન્ય સેવાઓ તમને મોંઘી પડી શકે છે. ખરેખર, ઘણા વપરાશકર્તા(Users)ઓ ટ્વિટર પર આ વિશેની માહિતી શેર કરી રહ્યા છે. અહીં યુઝર્સે તફાવત જાણવા માટે 5G સ્પીડ ટેસ્ટ કર્યો. આમાં તેમનો અડધાથી વધુ ડેટા ખતમ થઇ ગયો હતો. આ મજાક નથી પણ વાસ્તવિકતા છે. 5G પર યુઝર્સનો મોબાઈલ ડેટા(Mobile Data) ઝડપથી ખતમ થઈ રહ્યો છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.
તમને 5G પર 1Gbps સુધીની સ્પીડ મળવી જોઈએ. પરંતુ હાલમાં દેશમાં 5Gની સ્પીડ માત્ર 500 થી 600Mbps છે. 5G ની હાઇ સ્પીડનો અર્થ એ નથી કે ડેટાનો પણ વધુ ઉપયોગ કરવામાં આવે. પરંતુ અન્ય ઘણા કારણોસર ડેટા ઝડપથી સમાપ્ત થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના રાજકારણમાં વધુ એક ટ્વિસ્ટ- ઉદ્ધવ ઠાકરે જૂથના ચૂંટણી ચિન્હ પર મશાલ પર આ પાર્ટીએ કર્યો દાવો
ઉદાહરણ તરીકે, મોટાભાગના લોકો ઓટો ક્વોલિટીમાં YouTube વિડિઓઝ જુએ છે. જ્યારે ઈન્ટરનેટ સ્પીડ ધીમી હોય, ત્યારે વિડિયો લો ક્વોલિટી પર ચાલે છે, પરંતુ જેમ જેમ સ્પીડ વધુ સારી મળે, તેમ તેમ ક્વોલિટી વધશે અને તે વધુ ડેટા ખાશે. આવી સ્થિતિમાં, જો તમે 5G પર વીડિયો જુઓ છો, તો ઓટો સેટિંગ પરનો ડેટા સામાન્ય કરતા અનેક ગણો વધુ સમાપ્ત થઈ જશે.
શક્ય છે કે જે લોકોએ વધુ ડેટાના વપરાશ વિશે ટ્વિટ કર્યું છે, તેમના સ્માર્ટફોનના બેકગ્રાઉન્ડમાં ડેટા હંગ્રી એપ્સ ચાલી રહી હોય. કારણ કે સ્પીડ પૂરતી મળી રહી હોવાથી તે એપ્લિકેશન્સ પણ ઝડપથી ડેટાનો વપરાશ કરતી હશે અને તેના કારણે તેમનો ડેટા મિનિટોમાં જ સમાપ્ત થઇ ગયો હોય.
ઉલ્લેખનીય છે કે Jio અને Airtel બંનેએ 5G સેવાઓ શરૂ કરી છે. જો કે, તેમના દ્વારા હજુ સુધી કોઈ અલગ પ્લાનની જાહેરાત કરવામાં આવી નથી. તે જ સમયે, એરટેલ વપરાશકર્તાઓને વર્તમાન ડેટા પ્લાન પર જ 5G સ્પીડ મળી રહી છે. જો કે, Jioની સેવા આમંત્રણ આધારિત છે અને તે માત્ર પસંદગીના વપરાશકર્તાઓ માટે જ ઉપલબ્ધ છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં ટેક્સી-ઑટોની મુસાફરી થશે વધુ મોંઘી- ભાડામાં ઝીંકાયો વધારો- જાણો કેટલા