Site icon

બંગડીના ઉત્પાદકોનો હડતાળ નિર્ણય આશ્ચર્યજનક, સરકાર સાથે વાતચીત કરીને ઉકેલ લાવવાની CAITએ આપી સલાહ. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

ધ ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક બેંગલ્સ મેન્યુફેકચરર એસોસિયેશને 21થી 31 માર્ચ 2022 સુધી હડતાળ પર ઉતરી જવાની જાહેરાત કરી છે. આ હડતાળ દસ દિવસ ચાલવાની છે. દેશભરના કારખાના બંધ રહેશે. એસોસિયેશનની આ આ જાહેરાતથી આગામી દિવસોમાં હજારો લોકોની રોજગારી સામે સંકટ નિર્માણ થયું છે, ત્યારે દેશભરની વેપારી સંસ્થાઓનું નેતૃત્વ કરતી કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા હડતાળ પર નહીં ઉતરતા સરકાર સાથે વાતચીતથી સમાધાન કરવાની હાકલ કરી છે.

Join Our WhatsApp Community

ધ ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક બેંગલ મેન્યુફેક્ચરર અસોસિયેશના દાવા મુજબ પોલીસ્ટ્રીન પાવડરના અને પેપર, પુઠા, કાર્ડ બોર્ડ અને કલરના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) એપ્લીકેબલ કરવા માટે વિનંતી કરી હતી. મહારાષ્ટ્ર સરકારમાં પણ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને નાણાપ્રધાન અજીત પવાર સહિત જયંત પાટીલને પણ GST લાગુ કરવાની અપીલ કરી હતી. GST એપ્લીકેબલ થાય તો સૅટ ઓફ મળે અને પ્લાસ્ટિક બેંગલ્સ ઓછી કિંમતમાં વેચી શકાય. માર્કેટમાં જોઈએ તે પ્રમાણેનો ભાવ મળતો નથી. સરકાર સુધી અનેક વખત વાત પહોંચાડવાના પ્રયાસ કર્યા છે. પરંતુ વેપારીઓનું કોઈ સાંભળવામાં આવતું નથી. તેથી નાછૂટકે હડતાળ પર ઉતરવાની નોબત આવી છે.

આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત. હવે ભારતનો દરેક 12મો વ્યક્તિ શેરબજારનો રોકાણકાર છે. બીએસઈમાં રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા આટલી થઈ ગઈ. 

પ્લાસ્ટિક બંગડીઓના ઉત્પાદકોની હડતાળને લઈને જોકે CAIT દ્વારા હડતાલ પર નહીં ઉતરવાની હાકલ કરવામાં આવી છે. CAITના પદાધિકારીઓના કહેવા મુજબ બંગડી આપણી ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે,  તેના પર ટેક્સ લાદી શકાય નહીં. અત્યાર સુધી આવેલી તમામ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આ ભારતીય મૂલ્યોને ધ્યાનમાં રાખીને ગરીબ મહિલાઓના આભૂષણ ગણાતી બંગડીને ટેક્સના દાયરામાં બહાર રાખી છે. બંગડીઓ બનાવનારાઓ પણ ઝૂંપડામાં રહેતા ગરીબ પરિવારો છે, વેચનાર પણ ગરીબ પરિવારમાંથી આવે છે અને સસ્તી વસ્તુઓ હોવાના કારણે તે પહેરતી મહિલાઓ પણ ગરીબ પરિવારમાંથી આવે છે.સરકારને પણ બહુ આવક મળવાની નથી પરંતુ તેનાથી વિપરીત નાના દુકાનદારો ટેક્નોલોજીને સમજતા નથી, કોઈક રીતે બંગડી વેચીને પરિવારનું ભરણપોષણ કરે છે, તેમના વિશે પણ વિચારવું જોઈએ. જો તેને ટેક્સના દાયરામાં લાવવામાં આવે તો આ લઘુ ઉદ્યોગ સંપૂર્ણપણે નાશ પામશે. હાલમાં યુક્રેન અને રશિયાના યુદ્ધને કારણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કાચા માલને લઈને મુશ્કેલીની સ્થિતિ છે. તેથી તે માટે કોઈને દોષ આપી શકાય નહીં.

CAITના પદાધિકારીના કહેવા મુજબ GSTના દાયરા અંતર્ગત આવતા ઉદ્યોગો રોજેરોજ થતા ફેરફારોથી પરેશાન છે. બંગડી ઉદ્યોગને GST હેઠળ લાવવાની માંગણી હાસ્યાસ્પદ છે. બંગડીનું મોટાભાગનું ઉત્પાદન ઝૂંપડાઓમાં થાય છે. ઝૂંપડામાં રહેતા ગરીબ પરિવારો સાંજે 100 થી 150 રૂપિયા કમાય છે. જો તેમને GSTના દાયરામાં સામેલ કરવામાં આવે તો ઘર ચલાવવામાં મદદરૂપ થનારી આવકમાંથી થોડીક રકમ પણ ગુમાવી દેવામાં આવશે.  કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે લઘુ ઉદ્યોગોને ટેકો આપીને ઉત્પાદનમાં વધારો કરો, કરવેરા દ્વારા તેમને ખતમ કરે નહીં એવી વિનંતી કરવામાં આવી છે.

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version