Site icon

ઈ-કૉમર્સ કંપની એમેઝોન સામે CBI તપાસની CAITએ કરી માગણી; જાણો વિગત 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

ગુરૂવાર 

ભારતના ગૃહ ઉદ્યોગ અને નાના વેપારીઓને ખતમ કરવાનું ષડ્યંત્ર કરનારી ઈ-કૉમર્સ કંપની સામે CBI તપાસની માગણી દેશભરના વેપારીઓનું પ્રતિધિત્વ કરનારી કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ કરી છે. પોતાનાં ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે અને તેમનું વેચાણ કરવા માટે એમેઝોન અન્ય ઉત્પાદકોના પ્રોડક્સની ડુપ્લિકેટ બનાવીને વેચી રહી હોવાનો આરોપ પણ CAIT  દ્વારા કરવામાં આવ્યો છે.

CAITના મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરના જણાવ્યા મુજબ ઈ-કૉમર્સ વિદેશી કંપનીઓએ તમામ  નિયમોનું પાલન કરવું પડશે એવું સતત કહેવામાં આવી રહ્યું છે. છતાં તેઓ દેશના કાયદા-કાનૂનનું ઉલ્લંઘન કરી રહ્યા છે. એટલું જ નહીં, પણ સ્થાનિક ઉત્પાદનોની નકલ કરીને પોતાની બ્રાન્ડને પ્રોત્સાહન આપવાનું કામ પણ આ કંપની કરી રહી છે. આ રીતે તે દેશના નાના વેપારીઓને અને દેશના નાના વેપારધંધાને ખતમ કરવાનું રીતસરનું કાવતરું કરી રહી છે.

મની લોન્ડ્રિંગ કેસમાં સેલિબ્રિટિઝ પર સકંજો, જેકલીન બાદ હવે આ અભિનેત્રી સાથે ED કરી રહી છે પૂછપરછ; જાણો વિગતે

CAITના પદાધિકારીઓના કહેવા મુજબ એમેઝોન સામે કાયદા-કાનૂનનો ભંગ કરવાના, કરચોરી જેવા અનેક આરોપો છે. દેશના અધિકારીઓને રુશવત આપવાના અને વકીલો પાછળ કરોડો રૂપિયા ખર્ચવાના પણ તેમના પર આરોપ છે. હવે જોકે એણે રીતસરનું ઉત્પાદનોની નકલ કરીને એને વેચવાનું ચાલુ કર્યું  છે. એથી તેની આ બધી કરતૂતોની CBI દ્વારા તપાસ થવી જોઈએ.

Gold and Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ગાબડું! ચાંદી ₹૧,૫૦૦થી વધુ તૂટી, સોનું પણ સસ્તું થયું; રોકાણકારો માટે સોનેરી તક
Gold and Silver Prices Today: ક્યાં જઈને અટકશે સોનાની કિંમત? એક જ દિવસમાં ચાંદી ₹૮,૭૪૦ ઉછળી, સોનું ₹૧.૬૧ લાખને પાર; જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ.
Gas Crisis Deepens in India: ભારતમાં તેલ પછી હવે ગેસનું સંકટ: કતાર-ઈરાન વિવાદથી 40% LNG સપ્લાય ઠપ, જાણો કયા ઉદ્યોગો પર પડશે સૌથી વધુ અસર
Share Market Recovery Today: ક્રૂડ ઓઈલ સસ્તું થતા દલાલ સ્ટ્રીટમાં દિવાળી જેવો માહોલ! સેન્સેક્સમાં ૬૫૫ પોઈન્ટનો મોટો ઉછાળો, જાણો કયા શેર બન્યા ટોપ ગેનર્સ
Exit mobile version