News Continuous Bureau | Mumbai
CAIT Raksha bandhan:
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)ના મહારાષ્ટ્ર પ્રદેશના મહાસચિવ અને અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે આજે ઘણા રાજ્યોમાં રક્ષાબંધનની સરકારી રજા હોવા છતાં, દેશભરના તમામ બજારો ખુલ્લા છે. ધંધો સામાન્ય રીતે થયો. આજે આખો દિવસ ભદ્રકાળના કારણે જેમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી, ત્યારે કેટ ની સલાહ પર દેશભરના વેપારી સંગઠનો સાથે સંકળાયેલા વેપારીઓ, તેમના કર્મચારીઓ અને પરિવારના સભ્યો આવતીકાલે 31 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર ઉજવશે. એક અંદાજ મુજબ, આ વખતે દેશભરમાં 12 હજાર કરોડ રૂપિયાની રાખડીઓનું વેચાણ થયું હતું અને તમામ રાખડીઓ દેશમાં જ બનાવવામાં આવી હતી. આ વર્ષે પણ ચીનમાંથી ન તો રાખડીઓ આયાત કરવામાં આવી હતી કે ન તો રાખીની માટે ની વસ્તુઓ.
કેટ ના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા અને રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે કોરોના પછી આ પહેલું વર્ષ છે જેમાં ગ્રાહકો કોઈ પણ રોગના ડર વિના રાખડી ખરીદવા દેશભરના બજારોમાં ઉમટી પડ્યા હતા, જેના કારણે અગાઉના રાખડીના વેચાણના તમામ રેકોર્ડ્સ તૂટી ગયા હતા.રાખડીઓનો રક્ષાબંધન નો વેપાર અંદાજે 12 હજાર કરોડ રૂપિયા થવાનો અંદાજ છે. આ સાથે ગિફ્ટ આઈટમ માં મીઠાઈ કપડાં પણ ગિફ્ટ ,એફએમસીજી માલ વગેરેનો કારોબાર પણ આશરે રૂ. 5 હજાર કરોડનો હોવાનો અંદાજ હતો.
આ વખતે રક્ષાબંધન ની વિશેષતા હતી ચંદ્રયાનની અને G20 રાખડીઓ.
શંકર ઠક્કરે જણાવ્યું કે, આ વર્ષે અનેક પ્રકારની રાખડીઓ ઉપરાંત, વેપારીઓએ પણ નવા પ્રકારની રાખડીઓ બનાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ અને ઈસરોના મહાન વૈજ્ઞાનિકોનો આભાર વ્યક્ત કર્યો હતો, ખાસ કરીને “ચંદ્રયાનની રાખડી અને G20ની વસુધૈવ કુટુંબકમ”. આ ઉપરાંત દેશના વિવિધ શહેરોના પ્રખ્યાત ઉત્પાદનોના આધારે પણ અનેક પ્રકારની રાખડીઓ બનાવવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે છત્તીસગઢની કોસા રાખડી, કલકત્તાની જૂટની રાખડી, મુંબઈની સિલ્કની રાખડી, નાગપુરમાં બનેલી ખાદીની રાખડી, જયપુરની સાંગાનેરી કલા રાખડી. , પુણેની બીજ રાખડી. મધ્ય પ્રદેશના સતનામાં ઊની રાખડી, ઝારખંડમાં આદિવાસીઓની વસ્તુઓમાંથી બનેલી વાંસની રાખડી, આસામમાં ચા પત્તીની રાખડી, કેરળમાં ખજૂરની રાખડી, કાનપુરમાં મોતીની રાખડી, વારાણસીમાં બનારસી કાપડની રાખડી, બિહારની મધુબની અને મૈથિલી. કલાની રાખડી, પોંડિચેરીમાં નરમ પથ્થરની રાખડી, બેંગ્લોરમાં ફૂલની રાખડી વગેરે.
કેટ ના મહારાષ્ટ્ર રાજ્યના વરિષ્ઠ પ્રમુખ મહેશ બખાઈએ જણાવ્યું કે વર્ષ 2018માં 3 હજાર કરોડ રૂપિયાના રાખડીના વેપારથી શરૂ થયેલો આ આંકડો માત્ર 6 વર્ષમાં 12 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે, જેમાંથી માત્ર 7 ટકા વેપાર ઓનલાઈન દ્વારા થાય છે. જ્યારે બાકીનો કારોબાર ગ્રાહકો પોતે જ દેશના તમામ રાજ્યોના બજારોમાં જઈને ખરીદે છે. રાખડીઓ સાથે ભાવનાત્મક જોડાણને કારણે લોકો રાખડીઓને જોઈને અને પોતાની પસંદ કરીને ખરીદે છે અને આ જ કારણ છે કે આ વર્ષે રાખડીઓનો બિઝનેસ સારો રહ્યો છે. વર્ષ 2019માં આ બિઝનેસ 3500 કરોડ રૂપિયા, વર્ષ 2020માં 5 હજાર કરોડ રૂપિયા, 2021માં 6 હજાર કરોડ રૂપિયા અને ગયા વર્ષે આ બિઝનેસ 7 હજાર કરોડ રૂપિયાનો અંદાજવામાં આવ્યો હતો. આના પરથી સ્પષ્ટ થાય છે કે લોકો હવે ફરીથી તહેવારો પૂરા ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવી રહ્યા છે અને ખાસ કરીને ભારતમાં બનેલી ચીજવસ્તુઓ ખરીદવામાં રસ ધરાવે છે.
આ સમાચાર પણ વાંચો : Canada’s Tech Network: એક વર્ષમાં 15,000થી વધુ ભારતીય એન્જિનિયરો કેનેડા રહેવા આવી ગયા, હજુ હજારો વેઈટિંગમાં.. રિપોર્ટ