Site icon

GST કાઉન્સિલના તધલગી નિર્ણય સામે CAIT નું રાષ્ટ્રીય આંદોલન-ભોપાલમાં આ તારીખથી શરૂ કરશે રાષ્ટ્રીય ચળવળ-જાણો વિગત

CAIT Chandrayaan-3 : Traders celebrated successful landing of Chandrayaan-3

CAIT Chandrayaan-3 : દેશભરના વેપારીઓએ ચંદ્રયાનના સફળ ઉતરાણની ઉજવણી કરી..

News Continuous Bureau | Mumbai

આજથી દેશમાં અનબ્રાન્ડેડ ખાદ્ય પદાર્થ(Unbranded food item), કઠોળ(Grains) વગેરે પર 5 ટકા  GST લાદવામાં આવ્યો છે, તેનાથી મોંઘવારી(inflation) વધીને સામાન્ય નાગરિકોની સાથે જ વેપારી વર્ગને પણ મોટો ફટકો પડવાનો છે ત્યારે તેના વિરોધમાં સમગ્ર દેશના વેપારી વર્ગે શનિવારે એક દિવસનો સાંકેતિક  બંધ પાળ્યો હતો. આગળની રણનિતી રૂપે દેશભરની વેપારી સંસ્થાઓનું(Traders Union) નેતૃત્વ કરતી કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ GST કાઉન્સિલના મનસ્વી વલણ સામે 26 જુલાઈથી દેશવ્યાપી ચળવળ શરૂ કરવાની જાહેરાત કરી છે અને માંગણી કરી છે કે GST ટેક્સ સિસ્ટમની(Tax System) નવેસરથી સમીક્ષા કરીને કાયદા અને નિયમોને સરળ અને તર્કસંગત બનાવવા જોઈએ.

Join Our WhatsApp Community

વેપારી વર્ગના કહેવા મુજબ છેલ્લા 5 વર્ષથી GST (ગુડ્સ સર્વિસ ટેક્સ) કાઉન્સિલે(GST Council) GST ટેક્સ સિસ્ટમમાં વેપારીઓ સાથે ચર્ચા કર્યા વિના GSTના મૂળ સિદ્ધાંત,  કાયદા અને નિયમોમાં સતત ફેરફારો કર્યા છે, જેના કારણે GST કાયદાનું સ્વરૂપ વિકૃત થયું છે, તો બીજી તરફ ટેક્સ સિસ્ટમ(Tax System) સરળને બદલે ખૂબ જ જટિલ બની ગઈ છે, જેના કારણે દેશભરના વેપારી વર્ગમાં ભારે અસંતોષ, ગુસ્સો અને નારાજગી છે. 

આ સમાચાર પણ વાંચો :  છાશ-દહીં-પનીર-ગોળ-ખાંડ સહિતની નોન બ્રાન્ડેડ વસ્તુઓ પર 5 ટકા GSTના વિરોધમાં નવી મુંબઈ એપીએમસી બજારમાં 100 ટકા સજ્જડ બંધ-જુઓ ફોટોગ્રાફ

CAITના પદાધિકારીઓના કહેવા મુજબ આ દેશવ્યાપી આંદોલન(nationwide Protest) 26 જુલાઈના રોજ ભોપાલથી(bhopal) શરૂ થશે અને દેશના 50 હજારથી વધુ વેપારી સંગઠનો આ રાષ્ટ્રીય આંદોલનમાં ભાગ લેશે. દેશના દરેક રાજ્યમાં વેપારીઓ દ્વારા તેમના રાજ્યમાં ઉગ્ર આંદોલન થશે અને તમામ રાજ્યોમાં મોટી રેલીઓ થશે, જ્યારે સપ્ટેમ્બરમાં દિલ્હીમાં મોટી રાષ્ટ્રીય રેલી(National rally) થશે. પરિવહનના(transportation) રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના સંગઠનો, ખેડૂતો, સ્વ-ઉદ્યોગ સાહસિકો, મહિલા ઉદ્યોગ સાહસિકો, નાના અને મધ્યમ ઉત્પાદકો વગેરેને પણ આ લડતમાં સામેલ કરવામાં આવશે અને એક મોટો મોરચો આ લડતને સમગ્ર દેશમાં પૂરી તાકાતથી લડશે.

CAITના પદાધિકારીઓના કહેવા મુજબ GSTને લઈને વેપારીઓની ધીરજનો બંધ હવે તૂટી ગયો છે. છેલ્લા 5 વર્ષમાં GST કાયદા અને નિયમોમાં 1100 થી વધુ મનસ્વી સુધારાઓ GST કાઉન્સિલની મનસ્વીતાનું વાસ્તવિક ઉદાહરણ છે. તમામ રાજ્યોના નાણામંત્રીઓએ(Finance Ministers) જે રીતે GSTના મૂળ સ્વરૂપને વિચાર્યા વિના અને વેપારીઓની સલાહ લીધા વિના વિકૃત કર્યું છે, તે સ્પષ્ટ છે કે કાઉન્સિલને ટેક્સ સિસ્ટમને સરળ બનાવવા અને કરવેરાનું માળખું વિકસાવવામાં કોઈ રસ નથી. 

CAITના પદાધિકારીઓના કહેવા મુજબ દેશની મહત્તમ વસ્તી દ્વારા કાપડ, પછી ફૂટવેર જેવી રોજિંદી ચીજવસ્તુઓ(Everyday items)  પર કર દરમાં વધારો અને હવે બિનબ્રાન્ડેડ ખાદ્યપદાર્થો અને અન્ય ઉત્પાદનોને GST કર હેઠળ લાવવા એ સામંતવાદી વિચારસરણીની નિશાની છે. GST કાઉન્સિલના આ નિર્ણયથી એક તરફ સામાન્ય માણસ પર મોંઘવારીનો બોજ વધશે તો બીજી તરફ વેપારીઓ પર ટેક્સ ભરવાનું ભારણ વધશે.
 

SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Exit mobile version