Site icon

આગામી સપ્તાહે ખુલશે આ ફૂટવેર કંપની નો આઈપીઓ, પ્રાઇસ બેન્ડ જાહેર, જાણો કેટલું રોકાણ કરવું પડશે?

News Continuous Bureau | Mumbai

દેશની ફૂટવેર કંપની કેમ્પસ એક્ટિવવેર(Campus shoes)નો આઈપીઓ  (Initial public offering) આવતા અઠવાડિયે એટલે કે 26 એપ્રિલના રોજ ખુલશે. આ આઈપીઓ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ (Offer for sale) છે. જેમાં કંપનીના વર્તમાન શેર ધારકો અને પ્રમોટર્સ 4.79 કરોડ શેર વેચશે. કંપનીના શેરની ફાળવણી 4થી મેના રોજ થશે, જ્યારે લિસ્ટિંગ 9મી મેના રોજ થશે. કંપનીએ ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ (Campus IPO price band) જાહેર કરી છે. કંપનીએ ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ 278-292 રૂપિયા નક્કી કરી છે.

Join Our WhatsApp Community

કંપની આઈપીઓ (Initial public offering) દ્વારા રૂ. 1400 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ ઈશ્યુ કેવળ વેચાણ માટેની ઓફર (OFS) છે અને તેમાં હાલના શેરધારકો અને પ્રમોટરો દ્વારા 4.79 કરોડ શેરના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો :  5થી 12 વર્ષની ઉંમરના બાળકો માટે વેક્સિનનો રસ્તો સાફ, સરકારી પેનલે આ વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવા ભલામણ કરી; જાણો વિગતે

કેમ્પસ એક્ટિવવેરના ઈશ્યુ હેઠળ લોટ સાઈઝ 51 શેર છે અને રોકાણકારો(Investors)એ ઓછામાં ઓછી એક લોટ સાઈઝ ખરીદવી જરૂરી છે. તદનુસાર, રોકાણકારોએ ઓછામાં ઓછા રૂ. 14,892 (292 x 51 = 14,892)નું રોકાણ કરવું પડશે.

આ IPOમાં, 50 ટકા લાયક સંસ્થાકીય રોકાણકારો(Investors) માટે આરક્ષિત છે અને 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે આરક્ષિત છે. બાકીના 35 ટકા રિટેલ રોકાણકારો (Retail Investors)માટે આરક્ષિત છે.

SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Exit mobile version