ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઑક્ટોબર, 2021
શનિવાર
કોરોના આવ્યા બાદ હાલમાં બૅન્કોમાંથી રોકડા નાણાં ઉપાડવાનો વ્યવહાર ઓછો થતો જોવા મળે છે. ન્યુઝ કન્ટિન્યુઝને પ્રાપ્ત જાણકારી અનુસાર 10 સપ્ટેમ્બરના રોજ પૂરા થતા પખવાડિયા સુધીમાં વિવિધ બૅન્કોમાંથી 12,376 કરોડ રોકડા ઉપાડવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે 2020માં સપ્ટેમ્બરના પહેલા પખવાડિયામાં 17,959 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા અને 2019માં સપ્ટેમ્બરના પહેલા પખવાડિયામાં 25,619 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે અગાઉ 13 ઑગસ્ટના રોજ પૂરા થયેલા પખવાડિયામાં 15,268 કરોડ રૂપિયા રોકડા ઉપાડવામાં આવ્યા હતા, પરંતુ 27 ઑગસ્ટના રોજ પૂરા થયેલા RBIના પખવાડિયા દરમિયાન રોકડ ઉપાડવાની સ્થિતિ 23,653 કરોડની ઋણાત્મક સ્થિતિમાં હતી. એ જ રીતે 30 જુલાઈએ પૂરા થયેલા પખવાડિયા દરમિયાન રોકડ ઉપાડવાની સ્થિતિ 35,460 કરોડની ઋણાત્મક સ્થિતિમાં હતી. એટલે બૅન્કોમાંથી લોકો દ્વારા રોકડા ઉપાડવાની સ્થિતિ 31 ટકાથી ઘટી ગઈ છે.
