425
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 17 ડિસેમ્બર 2021
શુક્રવાર.
કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ ઈ-કોમર્સ કંપની એમઝોન પર કડક કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ શુક્રવારે ફ્યુચર ગ્રૂપ સાથેના Amazon.comના 2019ના સોદાને સસ્પેન્ડ કરી દીધો છે.
સાથે જ ભારતીય વોચડોગે યુએસ ઈ-કોમર્સ જાયન્ટ પર રૂ. 200 કરોડનો દંડ પણ લગાવ્યો છે.
કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ નિયમનકારી મંજૂરી મેળવવા માટે યુએસ ઈકોમર્સ જાયન્ટે માહિતી છુપાવી હોવાના આક્ષેપોની સમીક્ષાને પગલે આ કાર્યવાહી કરી છે.
કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) દ્વારા લેવાયેલ આ પગલાના કારણે હવે ફ્યુચર સાથે એમેઝોનની કાનૂની લડાઈઓ પર દૂરગામી પરિણામો આવી શકે છે.
સ્પેનમાં જ્વાળામુખીના લાવા નીચે ૬૦૦૦ ઘર દબાઈ ગયા. જુઓ ફોટોગ્રાફ….
You Might Be Interested In