ન્યુઝ કન્ટિન્યૂઝ બ્યુરો,
મુંબઈ
તારીખ – ૦૨-૦૭-૨૦૨૧
શુક્રવાર
કેન્દ્ર સરકાર દ્વારા આજ બહાર પડાયેલા આદેશથી પુરા દેશમાં દાળ ઉપર સ્ટોક મર્યાદા ઓચિંતી લાદવામાં આવી છે જે વેપારીઓ માટે આશ્ચર્યજનક છે કેમકે હાલના સમયમાં દાળો ઉપર કોઈપણ પ્રકાર નો ભાવ વધારો પણ આવ્યો નથી તેમજ ભારતના પ્રધાનમંત્રી દ્વારા જીએસટી તેમજ ease of doing business ના નામ પર એક દેશ એક લાયસન્સ અને એક કાનૂની વાત કરવામાં આવી હતી તેમજ જ્યારે કૃષિ કાનૂનનો લાવવામાં આવ્યા ત્યારે જીવન આવશ્યક વસ્તુ કાયદો રદ કરવામાં આવ્યો હતો અને સર્વ પ્રકારની સ્ટોક મર્યાદાઓ તેમજ લાયસન્સ હટાવવામાં આવ્યા હતા જેથી વેપારીઓ ને લાગ્યું હતું કે સરકારનું કેવું અને કરવું બંને એક છે પણ આજ ઓચિંતા લાદવામાં આવેલી સ્ટોક મર્યાદા અને લાયસન્સ પદ્ધતિ વેપારીઓ માટે ખૂબ જ આઘાતજનક છે એમ કહ્યું કેટના મહાનગર અધ્યક્ષ તેમજ અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે.
આગળ જણાવ્યું કે નાના વેપારીઓ તેમજ હોલસેલર નાની જગ્યાઓમાં વેપાર કરતા હોય છે તેમજ રોકાણ પણ ઓછું હોય છે એટલે કોઈ પણ પ્રકારની વધારાનું માલ રાખી શકવાની શક્યતાઓ બનતી જ નથી તો શા માટે કેન્દ્ર સરકારે હોલસેલર તેમજ રીટેલ ઉપર સ્ટોક મર્યાદા લાદી છે ?
કેટના મહાનગર એકમના મહામંત્રી શ્રી તરુણ જૈને કહ્યું મોટા online વેપારીઓ તેમજ organize રિટેલર એટલે કે સંગઠિત રિટેલરો માટે દરેક નિયમો અલગથી બનાવવામાં આવે છે તો શું સરકાર ભારતના નાના રિટેલરો અને હોલસેલરોને ખતમ કરવા માંગે છે એવો પ્રશ્ન નિર્માણ થાય છે આવી રીતે સ્ટોક મર્યાદા લાગુ કરવાથી ભ્રષ્ટાચાર વધશે અને વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડશે એટલે કેન્દ્ર સરકારે આ વિષય પર પુનર્વિચાર કરવો જરૂરી છે.