ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 જુલાઈ 2021
મંગળવાર
વેપારીઓ સામે ફરી એક વખત કેન્દ્ર સરકારને નમતું જોખવું પડ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી ચર્ચાને અંતે કેન્દ્ર સરકારે હોલસેલ વેપારી પર લાદેલી કઠોળમાં 200 મૅટ્રિક ટનની સ્ટૉક-મર્યાદાને નવું નોટિફિકેશ જાહેર કરીને સોમવારે 500 ટન કરી હતી. તેમ જ મિલોને સ્ટૉક-મર્યાદામાંથી મુક્તિ આપી હતી. સરકારે બીજી જુલાઈ સ્ટૉક-મર્યાદને લઈને નોટિફિકેશન બહાર પાડ્યું હતું. સરકારનું આ નવું નોટિફિકેશન અમલમાં આવવાથી અનાજના હોલસેલ વેપારીઓ તથા દાળમિલ સાથે સંકળાયેલા વેપારીઓમાં ખુશીનો માહોલ છે.
કઠોળના આયાતકારોને સ્ટૉક-મર્યાદમાંથી મુક્તિ આપવામાં આવી છે. હોલસેલરો માટે 500 ટનની મર્યાદા રહેશે, પરંતુ કોઈ પણ એક કઠોળનો સ્ટૉક 200 ટનથી વધુ રાખી શકશે નહીં. રિટેલરો માટે સ્ટૉક-લિમિટ અગાઉ હતી એ મુજબ પાંચ ટનની જ રહેશે, એથી રિટેલરોમાં નારાજગી છે. મિલરો માટે છ માસના ઉત્પાદન જેટલી સ્ટૉક-મર્યાદા તથા વાર્ષિક સ્થાપિત ક્ષમતાના 50 ટકા, જે વધુ હશે એ લાગુ પડશે.
સંસદમાં નાણાં રાજ્ય મંત્રીના આ નિવેદનથી અદાણીના શેરમાં બોલાયો પાંચ ટકાનો કડાકો, જાણો વિગત
કેટના મહામંત્રી પ્રવીણ ખંડેલવાલના જણાવ્યા મુજબ 2 જુલાઈના નોટિફિકેશનને કારણે દાળની સ્ટૉક-લિમિટને કારણે હોલસેલરોને 200 મૅટ્રિક ટન તો રિટેલરોને માટે પાંચ ટનની મર્યાદા હતી. સરકાર સાથે સતત વાચતીત ચાલી રહી હતી. શનિવારે પણ આ બાબતે સરકાર સાથે ચર્ચા થઈ હતી. છેવટે સોમવારે સરકારે નવી સ્ટૉક-મર્યાદને લઈને નવું નોટિફિકેશન બહાર પાડ્યું હતું.