Site icon

મોબાઈલ બેંકીંગ સહિત ના અનેક નિયમો આજથી બદલાયા. જાણો અહીં નહીંતો આર્થિક નુકસાન જશે.

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

01જાન્યુઆરી 2021 

આજથી એટલે કે 1,જાન્યુઆરી, 2021 થી, ચેક પેમેન્ટ સંબંધિત નિયમો બદલાઈ જશે. ચેક પેમેન્ટ દ્વારા રૂ. 50,000 અથવા વધુની ચુકવણી પર કેટલીક મહત્વપૂર્ણ માહિતીની ફરીથી પુષ્ટિ કરવી પડશે. જે ખાતાધારક આની સુવિધા મેળવતા હશે તેઓ એ જ આ પ્રક્રિયા કરવી પડશે. ચેક જારી કરનાર વ્યક્તિ આ માહિતી ઇલેક્ટ્રોનિક માધ્યમ જેવા કે એસએમએસ, મોબાઇલ એપ્લિકેશન, ઇન્ટરનેટ બેંકિંગ અથવા એટીએમ દ્વારા કરી શકશે. 

@.. યુપીઆઈની ( UPI ) ચુકવણીમાં ફેરફાર થશે – 1,જાન્યુઆરી 2021થી, યુપીઆઈ દ્વારા ચુકવણી મોંઘી થશે. થર્ડ પાર્ટી દ્વારા ચલાવવામાં આવતી એપ પર વધારાનો ચાર્જ વસુલવાની જાહેરાત કરી છે. આ નિર્ણય નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા લેવામાં આવ્યો છે. 

@.. મ્યુચ્યુઅલ ફંડના રોકાણ માટે નિયમો બદલાયા –સેબીએ ( SEBI )મલ્ટિકેપ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા નિયમો અનુસાર, 75 ટકા ભંડોળ હવે ઇક્વિટીમાં રોકાણ કરવાનું રહેશે, જે હાલમાં ઓછામાં ઓછું 65 ટકા છે. સેબીના નવા નિયમો અનુસાર મલ્ટિ-કેપ ફંડ્સનું સ્ટ્રક્ચર બદલાશે. 

@.. કોન્ટેક્ટલેસ કાર્ડ ટ્રાંઝેક્શન – 

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ કોન્ટેક્ટલેસ કાર્ડની ચુકવણીની મર્યાદા 2,000 રૂપિયાથી વધારીને 5000 રૂપિયા કરી દીધી છે. તે 1,જાન્યુઆરી 2021થી લાગુ થશે. ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા 5000 રૂપિયા સુધીની ચુકવણી માટે પિન દાખલ કરવાનો રહેશે નહીં.

UPI August Record: ઓગસ્ટમાં UPI ટ્રાન્ઝેક્શન 20 બિલિયનને પાર, જાણો કઈ એપ્લિકેશન રહી ટોચ પર
India-European Union: ભારત-યુરોપિયન યુનિયન વેપાર સમજૂતી નિર્ણાયક વળાંક પર, આજથી પાંચ દિવસ ભારતમાં રહેશે આટલા રાજદૂત
HIRE Act 2025: અમેરિકાનું વધુ એક પગલું ભારત માટે બનશે મોટી મુસીબત, આ ઉદ્યોગ પર ઘેરાશે સંકટના વાદળ
Gold Price: તહેવારોની સિઝન પહેલાં સોનામાં આવ્યો ઉછાળો, ચાંદી પણ થઇ મોંઘી,જાણો 9 સપ્ટેમ્બર 2025 ના તાજા ભાવ
Exit mobile version