ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
12 ડિસેમ્બર 2020
નવી મુંબઈમાં રહેતા એકદમ સામાન્ય, નિમ્ન મધ્યમ વર્ગનું ઘરનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. સિડકો નવા વર્ષમાં 60,000 ઘરોની લોટરી કરવા જઈ રહ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 'હાઉસિંગ ફોર ઓલ' ના હેતુથી નવી મુંબઈના વિવિધ પરામાં સિડકો દ્વારા આશરે એક લાખ મકાનો બનાવવામાં આવી રહ્યા છે.
પ્રથમ તબક્કામાં 60000 મકાનોને એક સાથે છુટા કરવામાં આવશે. જે તળોજા, કલંબોલી, ઘનસોલી અને દ્રોણગિરીમાં રહેશે. જ્યારે આશરે 15,000 મકાનોનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં છે, એમ સિડકોના મેનેજિંગ ડિરેક્ટર સંજય મુખર્જીએ આજે જણાવ્યું હતું.
ભાજપ સરકાર દરમિયાન તત્કાલીન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે 'વડા પ્રધાન આવાસ યોજના' હેઠળ 'સિડકો' મારફત એમએમઆર વિસ્તારમાં બે લાખથી વધુ મકાનો બનાવવાનો નિર્ણય લીધો હતો. આ માટે, સિડકો મંજૂરી લઈ આરક્ષિત પાર્કિંગની જગ્યાએ ઊંચા ટાવરો ઉભા કરી રહ્યુ છે, જે સામાન્ય નાગરિકનું સ્વપ્ન પૂરું કરશે.
સિડકો દ્વારા અમલમાં મુકાયેલાં હાઉસિંગ પ્રોજેક્ટના સફળ ગ્રાહકોને માર્ચ 2021 સુધીમાં ઘરોનો સીધો કબજો મળશે, એમ પણ સિડકોના મેનેજિંગ ડિરેક્ટર ડો. સંજય મુખર્જીએ સમજાવ્યું.
