Site icon

મુંબઈમાં ઘર ખરીદવા થઈ જાવ તૈયાર. સિડકો 60000 ઘરની લોટરી કાઢવાનું છે. અહીં વાંચો અગત્યની માહિતી…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
12 ડિસેમ્બર 2020

નવી મુંબઈમાં રહેતા એકદમ સામાન્ય, નિમ્ન મધ્યમ વર્ગનું ઘરનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. સિડકો નવા વર્ષમાં 60,000 ઘરોની લોટરી કરવા જઈ રહ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 'હાઉસિંગ ફોર ઓલ' ના હેતુથી નવી મુંબઈના વિવિધ પરામાં સિડકો દ્વારા આશરે એક લાખ મકાનો બનાવવામાં આવી રહ્યા છે.

Join Our WhatsApp Community

પ્રથમ તબક્કામાં 60000 મકાનોને એક સાથે છુટા કરવામાં આવશે. જે તળોજા, કલંબોલી, ઘનસોલી અને દ્રોણગિરીમાં રહેશે. જ્યારે આશરે 15,000 મકાનોનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં છે, એમ સિડકોના મેનેજિંગ ડિરેક્ટર સંજય મુખર્જીએ આજે જણાવ્યું હતું. 

ભાજપ સરકાર દરમિયાન તત્કાલીન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે 'વડા પ્રધાન આવાસ યોજના' હેઠળ 'સિડકો' મારફત એમએમઆર વિસ્તારમાં બે લાખથી વધુ મકાનો બનાવવાનો નિર્ણય લીધો હતો. આ માટે, સિડકો મંજૂરી લઈ આરક્ષિત પાર્કિંગની જગ્યાએ ઊંચા ટાવરો ઉભા કરી રહ્યુ છે, જે સામાન્ય નાગરિકનું સ્વપ્ન પૂરું કરશે. 

સિડકો દ્વારા અમલમાં મુકાયેલાં હાઉસિંગ પ્રોજેક્ટના સફળ ગ્રાહકોને માર્ચ 2021 સુધીમાં ઘરોનો સીધો કબજો મળશે, એમ પણ સિડકોના મેનેજિંગ ડિરેક્ટર ડો. સંજય મુખર્જીએ સમજાવ્યું.

Relief from Inflation: વિશ્વભરમાં તેલના ભાવ ઘટવાના સંકેત: ફસાયેલું ઈરાની તેલ બજારમાં આવતા મચશે ધૂમ; ભારત સહિત અનેક દેશોને થશે મોટો ફાયદો
Banking Rules Change: બદલાઈ ગયા ATM ટ્રાન્ઝેક્શનના નિયમો; HDFC થી લઈને PNB સુધીની બેંકોએ કર્યા મોટા ફેરફાર, જાણી લો નવા સર્વિસ ચાર્જ.
Mumbai Real Estate Prices: ઈરાન-ઈઝરાયેલ તણાવની માઠી અસર: મુંબઈમાં ઘર ખરીદવું હવે થશે વધુ મોંઘું, હોર્મુઝ સંકટથી પ્રોપર્ટીના ભાવમાં (Property Rates) તોતિંગ વધારો
Gold Price Hike: સોનાના ભાવમાં ₹૩૩૫૦નો ઉછાળો, ચાંદી પણ ₹૮૫૪૦ વધી: શું બજારમાં ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે?
Exit mobile version