News Continuous Bureau | Mumbai
આજે સતત પાંચમા દિવસે ભારતીય શેરબજારમાં(Indian stock market) ઘટાડો જોવા મળ્યો છે.
સેન્સેક્સ(Sensex) 37.70 પોઈન્ટ ઘટીને 57,107.52 પર અને નિફ્ટી(Nifty) 9 પોઈન્ટ ઘટીને 17,007 ના સ્તર પર બંધ થયું છે.
5 દિવસથી ચાલી રહેલા ઘટાડાના આ વાવાઝોડામાં રોકાણકારોને(investors) 13.1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
નિફ્ટીના ટોપ ગેનર્સમાં(top gainers) ONGC, BPCL, સિપલા(Sipla), બ્રિટાનિયા(Britannia) અને ITC છે. લૂઝર્સમાં એપોલો હોસ્પિટલ(Apollo Hospital), ડિવિસ લેબ, હીરો મોટો કોર્પ, હિંડાલ્કો(Hindalco) અને JSW સ્ટીલ છે.
આજે બજારના અંતે BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ બજાર મૂલ્ય રૂ. 270.32 લાખ કરોડ હતું. તે જ સમયે, 20 સપ્ટેમ્બરના રોજ બજાર મૂલ્ય 283.42 લાખ કરોડ રૂપિયા હતું.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં અસલી શિવસેના કોની- હવે ચૂંટણી પંચ કરશે નક્કી- સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ જૂથની આ અરજી ફગાવી