ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑક્ટોબર, 2021
બુધવાર
ભારતમાં ચીન જેવી પાવર કટોકટી થવાની સંભાવના છે અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અટકી શકે છે. ભારતમાં વીજળીના ઉત્પાદન માટે પાવર પ્લાન્ટ્સ પાસે કોલસાનો સ્ટૉક ઘણો ઓછો છે. દેશમાં લગભગ 70% વીજળી કોલસામાંથી ઉત્પન્ન થાય છે, એથી વીજળીના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. પરંતુ સારા સમાચાર એ છે કે ઘરેલુ ગ્રાહકોને આગામી કેટલાક મહિનાઓ માટે વધુ ચુકવણી ક૨વી પડશે નહીં. તેમની વીજળી ત્યારે જ મોંઘી થશે જ્યારે વિતરણ કંપનીઓ કિંમત વધારવા માટે નિયામકની મંજૂરી મેળવે.
સરકારી આંકડા મુજબ કોલસાના પાવર પ્લાન્ટ્સ સાથે કોલસાનો સ્ટૉક સપ્ટેમ્બરના અંતે 81 મિલિયન ટન રહ્યો હતો, જે એક વર્ષ પહેલાંની તુલનામાં આશરે 76% ઓછો હતો. એ જ રીતે, ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ પર વીજળીની સરેરાશ કિંમત એક વર્ષ અગાઉની સરખામણીએ 63% વધીને 4.4 રૂપિયા પ્રતિ યુનિટ થઈ છે.
સેનેટાઈઝર અને તે પણ હલાલ કે હરામ? મુંબઈની મસ્જિદનો અજબ ફતવો; જાણો વિગતે
કોલસાની અછતને ધ્યાનમાં રાખીને, ઍલ્યુમિનિયમ કંપનીઓ અને સ્ટીલ મિલો સહિત મહત્ત્વના ગ્રાહકોની સપ્લાય કાપવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ભારત પણ ચીન જેવા બે મોરચે પડકારનો સામનો કરી રહ્યું છે. પ્રથમ કોવિડ સંબંધિત પ્રતિબંધો હટાવ્યા બાદ ઔદ્યોગિક પ્રવૃત્તિમાં વધારો થવાને કારણે વીજળીની માગ વધી છે. બીજું કોલસાના સ્થાનિક ઉત્પાદનમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે.
જ્યારે દેશની ત્રણ-ચતુર્થાંશ કોલસાની જરૂરિયાત સ્થાનિક ખાણોમાંથી પૂરી થાય છે, પરંતુ ભારે વરસાદને કારણે ખાણો અને પરિવહન માર્ગો છલકાઈ ગયા છે. આવી સ્થિતિમાં કોલસાના પાવર પ્લાન્ટ્સ ચલાવતી કંપનીઓ સમક્ષ મૂંઝવણ એ છે કે હરાજીમાં મળતા કોલસા માટે ઊંચું પ્રીમિયમ ચૂકવવું કે વિદેશી બજારમાંથી ખરીદવું, જ્યાં કિંમત પહેલેથી જ ઊંચા સ્તરે છે.
નિષ્ણાતોનું કહેવું છે કે કોલસાની અછતને કારણે જો વીજળીની તંગી સર્જાય તો વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાનું પૈડું થોડા સમય માટે જામ થઈ શકે છે. હાલમાં અડધાથી વધુ પ્લાન્ટમાં ઉત્પાદન અટકાવવા અંગે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સરકારી આંકડા મુજબ સપ્ટેમ્બરના અંતમાં દેશભરના પાવર પ્લાન્ટમાં સરેરાશ ચાર દિવસનો કોલસો બાકી હતો, જે વર્ષનો સૌથી નીચો સ્તર છે. ઑગસ્ટની શરૂઆતમાં તેની પાસે 13 દિવસ વીજળી ઉત્પન્ન કરવા માટે કોલસાનો સ્ટૉક હતો. ઑક્ટોબરના શરૂઆતી દિવસોમાં પણ આ તંગી બરકરાર છે.
ફેસબુક, વોટ્સઅપ બાદ હવે Jio નું સર્વર ડાઉન, કોલિંગ સહિતની આ સેવાઓ થઇ પ્રભાવિત; જાણો વિગતે
અનિલકુમાર જૈને એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે ઝારખંડના મહત્ત્વના કોલસા ઉત્પાદન કેન્દ્ર ધનબાદમાં ગયા મહિને મુશળધાર વરસાદને કારણે ખાણોમાં પાણી ભરાઈ જવાના કારણે પાવર પ્લાન્ટ્સને દ૨રોજ 60થી 80 હજાર ટન ઓછો કોલસો મળી રહ્યો છે. તેમણે કહ્યું કે કંપની પાવર પ્લાન્ટ્સમાં જરૂરી કોલસાની સપ્લાય માટે ઑક્ટોબરના બીજા સપ્તાહ સુધીમાં જ પુરવઠો વધારવા માટે સક્ષમ હશે. પરંતુ સ્ટૉકને જૂના સ્તરે પાછો લાવવામાં વધુ સમય લાગશે.