News Continuous Bureau | Mumbai
ઇડી(ED) એ ઓનલાઈન પેમેન્ટ ગેટવે રેઝરપે(Razorpay), પેટીએમ(Paytm) અને કેશફ્રી (Cashfree) જેવી કંપનીઓના વિવિધ ઠેકાણાઓ પર દરોડા(Raid) પાડ્યા છે.
ચાઈનીઝ વ્યક્તિઓ અથવા કંપનીઓ દ્વારા ચલાવાતી ગેરકાયદેસર ઈન્સ્ટન્ટ લોન(Instant loan) મામલે ચાલી રહેલી તપાસના ભાગરૂપે આ દરોડા(Raid) પાડવામાં આવ્યા છે.
દરોડા દરમિયાન ચીની વ્યક્તિઓ દ્વારા નિયંત્રિત આ એપ્સના મર્ચન્ટ આઈડી અને બેંક ખાતાઓમાં રાખવામાં આવેલા 17 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત એજન્સીને દરોડામાં કેટલાક વાંધાજનક દસ્તાવેજો મળ્યાં હોવાનું પણ કહેવાય છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મોટી જાનહાની ટળી- રેલવે ટ્રેક પર થયો અટકચાળો- મોટરમેનની સર્તકતાથી અકસ્માત ટળ્યો