News Continuous Bureau | Mumbai
ભારતીય દ્વારા ક્રેડિટ કાર્ડ(Credit card) મારફતે ખર્ચ સતત વધી રહ્યું છે.
રિઝર્વ બેન્કના(RBI) આંકડા મુજબ માર્ચ મહિનામાં ક્રેડિટ કાર્ડ થકી ખર્ચ વાર્ષિક તુલનાએ 48 ટકા વધીને રૂ. 1 લાખ કરોડને વટાવી ગયો છે.
આ આંકડો વાર્ષિક તુલનાએ 48 ટકા અને ફેબ્રુઆરીની સરખામણીએ 24.5 ટકા વધારે છે.
ઉપરાંત માર્ચમાં 19 લાખથી વધારે ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ(Credit card issue) કરવામાં આવ્યા છે.
આમ વિતેલ નાણાકીય વર્ષમાં નવા 1.16 કરોડ ક્રેડિટ કાર્ડના ઉમેરાતા કુલ આંકડો 7.36 કરોડ સુધી પહોંચ્યો છે
અગાઉ તહેવારોની સીઝનમાં(Festive season) ધૂમ ખરીદીને પગલે ઓક્ટોબરમાં પહેલીવાર ક્રેડિટ કાર્ડ થકી શોપિંગ ખર્ચ(Shopping costs) રૂ.1 લાખ કરોડની સપાટીને સ્પર્શ્યુ હતુ.
આ સમાચાર પણ વાંચો: ફટાફટ કામ પતાવી લેજો. જુનમાં 12 દિવસ બેંકો બંધ રહેશે. જાણો તારીખો…