News Continuous Bureau | Mumbai
ડિજિટલ ઇન્ડિયાની(Digital India) વાતો વચ્ચે બજારમાં રોકડના(Cash) ચલણમાં 10 ટકાનો વધારો થયો છે.
રિઝર્વ બેંકે(Reserve Bank) બહાર પડેલા નવા વાર્ષિક અહેવાલ અનુસાર દેશમાં ચલણમાં(currency) રહેલી નોટોનું પ્રમાણ 9.9 ટકા વધી રૂ.31,05,721 કરોડ થઇ ગયું છે.
સાથે નોટોની(Currency notes) સંખ્યા પણ પાંચ ટકા વધી 13.05 લાખ થઇ ગઈ હોવાનું વર્ષ 2021-22નો રિઝર્વ બેંકનો વાર્ષિક અહેવાલ જણાવે છે.
આ ઉપરાંત સિક્કાના(Coins) ચલણમાં મૂલ્યની દ્રષ્ટિએ 4.1 ટકા અને સંખ્યાની દ્રષ્ટિએ1.3 ટકાનો વધારો થયો છે.
આમ ફરી એક વખત સાબિત થયું છે કે દેશમાં રોકડ જ રાજા છે અને રોકડ વ્યવહારો(Cash transactions) વગર દેશના અર્થતંત્રના(Economy) ચક્કર ફરતા અટકી.
આ સમાચાર પણ વાંચો : સાવધાન!! તમારી પાસે રહેલી 500 રૂપિયાની નોટ બનાવટી તો નથી ને..વર્ષમાં આટલી બનાવટી નોટો મળી..