સાવધાન!! તમારી પાસે રહેલી 500 રૂપિયાની નોટ બનાવટી તો નથી ને..વર્ષમાં આટલી બનાવટી નોટો મળી.. 

Does Writing Anything on Note Make it Invalid? Know The Truth Here

News Continuous Bureau | Mumbai 

તમારી પાસે રહેલી 500 અને 2000 રૂપિયાની નોટ(Currency notes) બનાવટી તો નથી તેની તપાસ કરી લેજો, કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના વાર્ષિક અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2021-22માં બજારમાં બનાવટી ચલણનું(Duplicate currency) પ્રમાણ વધી ગયું હતું. 

RBIના કહેવા મુજબ 500 રૂપિયાની બનાવટી નોટો નું પ્રમાણ એક વર્ષમાં બમણું થઈ ગયું છે. ગયા વર્ષની સરખામણીમાં 500 રૂપિયાની 101.9 ટકા વધુ નોટ ચલણમાં હોવાનું અને 2000 રૂપિયાની 54.16 ટકા નોટ ચલણમાં હોવાનું જણાયું છે.

બ્લેક મની(Black money) અને બનાવટી નોટો પણ નિયંત્રણ લાવવા કેન્દ્ર સરકાર(Central Government) 8 નવેમ્બર 2016ના રાતના નોટબંધી(Demonetisation)  લાવી હતી, જેમાં 500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. અને નોટબંધી બાદ 2000ની નોટ લાવી હતી. પરંતુ સરકારનો આ લક્ષ્ય સાધ્ય થયો હોવાનું જણાતું નથી. બજારમાં હાલ મોટા પ્રમાણમાં બનાવટી નોટ ફરી રહી છે, જે સરકાર માટે ફરી ચિંતાનો વિષય બની ગયો છે.

આ સમાચાર પણ વાંચો : હેં! બજારમાંથી ગાયબ થઈ રહી છે રૂ.2000ની નોટો.. જાણો કયાં જતી રહી આ નોટ…

31 માર્ચ 2022 સુધી બેંકમાં જમા કરવામાં આવેલા 500 અને 2000 રૂપિયાની નોટમાંથી 87.1 ટકા નોટ બનાવટી હોવાની ચોંકાવનારી માહિતી RBIએ જાહેર કરી છે. 31 માર્ચ 2021 સુધી આ આંકડો 85.7 ટકા હતો. 31 માર્ચ. 2022ના તો વિચાર કરીએ તો કુલ ચલણમાં આ આંકડો 21.3 ટકા જેટલો મોટો છે. એટલે કે ચલણમાં રહેલી 21.3 ટકા નોટો બનાવટી છે.

અન્ય નોટનો વિચાર કરીએ તો ગયા વર્ષની સરખામણીમાં 10 રૂપિયાની ખોટી નોટનું પ્રમાણ 16.5 ટકા વધ્યું છે. તો 200 રૂપિયાની ખોટી નોટોની સંખ્યામાં 11.7 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. જોકે રાહતની વાત એ છે કે ગયા વર્ષે 50 રૂપિયાની ખોટી નોટનું પ્રમાણ 28.7 ટકા તો 100 રૂપિયાની ખોટી નોટનું પ્રમાણ 16.7 ટકાથી ઘટ્યું છે.
 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *