News Continuous Bureau | Mumbai
સાયરસ મિસ્ત્રીની(Cyrus Mistry) મર્સિડીઝ કારનો(Mercedes cars) રવિવારે પાલઘરમાં એક્સિડન્ટ(Accident in Palghar) થયો હતો. આ એક્સિડન્ટની તપાસમાં જુદી જુદી એજેન્સીઓ લાગી ગઈ છે. હવે મર્સિડીઝ બેન્ઝના(Mercedes Benz) અધિકારીઓ પણ તપાસમાં જોડાઈ ગયા છે. મંગળવારે કંપનીના અધિકારીઓએ સાયરસની ઓટોમેટિક કારના (automatic cars) ભંગારનું પરીક્ષણ કરવામાં કલાકો ગાળ્યા હતા. તેમણે કારમાંથી ઈવેન્ટ ડેટા રેકોર્ડર(Event data recorder) (EDR) પણ ભેગો કર્યો હતો. આ ડેટાના પૃથકરણ(Analysis) બાદ મળનારી માહિતી અક્સમાતનું કારણ જાણવામાં ઉપયોગી સાબિત થશે.
વાહન ક્રેશ થાય ત્યારે અથવા ક્રેશ જેવી પરિસ્થિતિઓ EDR રેકોર્ડ કરે છે, જેમ કે એરબેગ ખુલીને તેના વિસ્તરણથી લઈને તેમાં આવેલા અવરોધ, ડેટા કે જે વાહનની સિસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે તે સમજવામાં મદદ કરે છે. EDRએ વાહનની સ્પીડ અને સલામતી પ્રણાલીઓ સાથે સંબંધિત ડેડાને સંક્ષિપ્ત સમયગાળા માટે સામાન્ય રીતે 30 સેકેન્ડ કે તેથી ઓછા સમય માટે રેકોર્ડ કરવા બનેલ છે. આમા ડ્રાઈવર અને આગળની સીટના પેસેન્જર અકલ-અપ કર્યુ હતું કે કેમ, એક્સિલરેટર અથવા બ્રેક પેડલ કેટલા દૂર હતા અને ઝડપનો સમાવેશ થાય છે. ટીમે ડ્રિક્રિપ્શન માટે EDR એકત્રિત કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : બાંગ્લાદેશની મદદે આવ્યા અદાણી- કરશે એવું કામ જેને કારણે બાંગ્લાદેશના લોકોનું જીવન સરળ થશે
મર્સિડીઝ બેન્ઝે એક નિવેદન પણ બહાર પાડ્યું હતુ કે તે સાયરસ મિસ્ત્રીના મૃત્યુ કેસમાં ક્રેશની તપાસ કરી રહેલા અધિકારોને સહકાર આપી રહી છે. તેમનું વાહન સાત એરબેગ્સથી સજ્જ હતુ. પોલીસની એક ટીમે કંપની પાસેથી કારની એરબેગ્સ, ટાયર પ્રેશર, બ્રેક ફ્લુઈડની વિગત માગી છે.