ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઓગસ્ટ, 2021
ગુરુવાર
રિટેલ કંપની ડી માર્ટના સ્થાપક રાધાકિશન દામાણી હવે દુનિયાના સૌથી ધનિક 100 લોકોની યાદીમાં સામેલ થઈ ગયા છે.
બ્લુમબર્ગના બિલિયોનર ઈન્ડેક્સ પ્રમાણે દામાણી 1.42 લાખ કરોડ રુપિયાની સંપત્તિ સાથે હવે 98મા સ્થાન પર પહોંચી ગયા છે.
વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં દામાણીની કંપની ડી માર્ટ નો નફો ઉછળીને 115 કરોડ રુપિયા થયો છે. એક વર્ષ પહેલા જ આ જ ક્વાર્ટરમાં કંપનીએ 50 કરોડ રુપિયાનો નફો કર્યો હતો.
કંપનીની આવકમાં ગયા વર્ષના મુકાબલે 31 ટકાનો વધારો થયો છે અને કંપનીની આવક 5032 કરોડ રુપિયા પર પહોંચી છે.
ઉલ્લેખનીય છે કે, દામાણી તાજેતરમાં જ મુંબઈના મલાબાર હિલ્સ વિસ્તારમાં 1001 કરોડ રુપિયાનો બંગલો ખરીદીને ચર્ચામાં આવ્યા હતા.
સૌથી ધનિક લોકોની આ યાદીમાં રિલાયન્સના માલિક મુકેશ અંબાણી, અદાણી ગ્રૂપના ગૌતમ અદાણી, વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજી, શાપૂરજી ગ્રૂપના પલ્લોનજી મિસ્ત્રી, એચસીએલ ટેકનોલોજીના શિવ નાદર અને આર્સેલર મિત્તલ ગ્રૂપના લક્ષ્મી મિત્તલ પણ સામેલ છે.